આજ રોજ ખંભાળિયા તાલુકાની આઈ .સી. ટી. ટિમ દ્વારા ખંભાળિયા તાલુકાનું “બાળ કુંજન “ ઇ- મેગેજીન શરૂ કરવામાં આવેલ કોરોના મહામારી ના સમય માં જ્યારે શાળા બંધ છે ત્યારે બાળકો ઘરે રહી ને પોતાના ધોરણ મુજબના વિષય નો અભ્યાસ કરી શકે તે માટે તથા સરકારશ્રી દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ હોમલર્નિગ અંતર્ગત ના તમામ કાર્યક્રમો ની માહિતી સાથે ખંભાળિયા તાલુકામાં ઉતમ કામગીરી કરનાર શિક્ષક ના કાર્યને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે શિક્ષક તથા બાળકોને ઉપયોગી તમામ હોમ લ્રનિગ સહિત વિગતો સાથે અમે વર્ષ-2020-21 નો પ્રથમ અંક રજૂ કરવા જઈ રહયા છીએ ત્યારે બાળ કુંજન “ ઇ- મેગેજીન શરૂ કરવા માટે પ્રેરણા આપનાર માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, દેવભૂમિ દ્વારકા વાઢેર સાહેબ, માર્ગદર્શક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ના સિનિયર લેકચરલ શ્રી ડોં સંજયભાઇ જાની સાહેબ , મુખ્ય માર્ગદર્શક ખભાળિયા તાલુકાનાં નવ નિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.એમ.નંદાણીયા સાહેબ , સંકલકર્તા ટિમ બી.આર.સી./સી.આર.સી. ખંભાળિયા અને સંપાદક ટિમના સભ્ય શ્રી રાઠોડ ચંદનભાઈ અને વાસાણી બિપિનભાઈ સમગ્ર ટિમ દ્વારા જહેમત ઉઠાવી ને શિક્ષણ ની ગુણવતા સુધારવા અને બાળકોને કોરોના જેવી કપરી પરિસ્થિતી માં શિક્ષણ મળી રહે તે હેતુ સાથે આ અંક રજૂ કરી રહ્યા છીએ.
ખંભાળિયા બી.આર.સી. કો દ્વારા શરૂ કરવામાં આવેલ બાળ કુંજન “ ઇ- મેગેજીન ની વિશેષતા:
- કોરોના સમય દરમિયાન ઉમદા શૈક્ષણિક કામગીરી કરનાર શિક્ષક ની સક્સેસ સ્ટોરી
- બાળકોના શિક્ષણ ને ઉમદા અને અસરકારક બનાવવા માટે સંસોધન કરનાર શિક્ષકના કાર્યનો પરિચય
- 3 થી 8 નું હોમ લરનીગ જેમાં દીક્ષા પોર્ટલ દ્વારા , ઘરે શીખીએ સાહિત્ય,વોટસપ આધારિત કસોટી ,પ્રજ્ઞા અભિગમ ની સંપૂર્ણ સમજ, પરિવાર નો મળો,બ્રિજ કોષ ની સંપૂર્ણ સમજ
- ટેક્નોલોજીના માધ્યમથી વર્ગખંડ માં ગૂગલ કલાસ નો ઉપયોગ
- સ્કૂલ ઓફ એક્સલનની સમજ સાથે માહિતી, કેરિયર પોર્ટલ ની સમજ સાથે માહિતી, ટિમ માઇક્રોસોફ્ટના ઉપયોગ અંગેની માહિતી
- માસ વાર આયોજન, પ્રજ્ઞા અભિગમ તાલીમ લિન્ક, આપતી વ્યવસ્થાપન તાલીમ લિન્ક, સી.આર.સી. બી.આર.સી માટે પ્રારંભિક ભાષા તાલીમ લિન્ક,
- આચાર્ય માટે PFMS ની સંપૂર્ણ સમજ, જવાહર નવોદય પરીક્ષા માટે યુનિટ ટેસ્ટ અને ઓનલાઈન ટેસ્ટ ની સવલત સાથે સંપૂર્ણ માહિતી.
આશા રાખી અમારી સમગ્ર ટિમ દ્વારા તૈયાર કરવામાં આવેલ બાળ કુંજન “ ઇ- મેગેજીન આપને અને આપના બાળકોને ખૂબ ઉપયોગી સાબિત થસે સાથે અમારા બાળ કુંજન “ ઇ- મેગેજીન માં આપના ફિડબેક જરૂર મોકલશો અને આપના દ્વારા શાળામાં કરવામાં આવતા ઉંમદા કાર્યની વિગત અમારા ઈમેલ પર મોકલી શકશો જે અમે ચકાસણી બાદ આવતા અંકમાં પ્રદર્શિત કરશું.
FOR E-MAGAZINE CLICK HERE
0 Comments