ADD2

THE SIMPLE FUTURE TENSE ( સાદો ભવિષ્ય કાળ )

 

સાદો ભવિષ્ય કાળ

જે ક્રિયા ભવિષ્યમાં થવાની હોય તે દર્શાવવા માટે આ કાળ નો ઉપયોગ થાય છે.

સૂચક શબ્દો :- tomorrow 

                     the next day

                     the next week 

                     the next month

                     the next year

(1) વિધાન વાક્ય 

will /  shall + ક્રિયા પદનું મૂળ રૂપ

I / we સાથે shall મૂકવામાં આવે છે.


ઉદાહરણ :- I shall play cricket tomorrow.

                 We shall play cricket tomorrow.

                  You will play cricket tomorrow.

                  He will play cricket tomorrow.

                  She will play cricket tomorrow.

                  They will play cricket tomorrow.


(2) પ્રશ્નાર્થ વાક્ય

      Will / shall કર્તા ની આગળ મૂકવામાં આવે છે અને ક્રિયા પદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવામાં આવે છે

Will / shall + કર્તા + મૂળ રૂપ + કર્મ + અન્ય + ?

ઉદાહરણ :- Will Raj play cricket tomorrow ?

        

(3) નકાર વાક્ય

કર્તા પછી will not / shall not મૂકવામાં આવે છે અને ક્રિયા પદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે.

કર્તા + will not /shall not + મૂળ રૂપ + કર્મ + અન્ય.

ઉદાહરણ :- Raj will not play cricket tomorrow.


મહાવરો

(1) Pooja will visit Rajkot next week.

(2) People will celebrate next Diwali with

      great joy.

(3) Mohan will sing bhajans in the temple next week.

(4) They will make Pani Puri tomorrow.

(5) Krishna will participate in the drawing

     competition next month.


Test આપવા માટે 

Post a Comment

0 Comments