નમસ્કાર ,
આજની પોસ્ટમાં ધોરણ 8 / 9 /10 માટે ખૂબ જ ઉપયોગી મુદ્દો એવા સાદા વર્તમાન કાળ ના વિધાન વાક્ય વિષેની માહિતી અને તેની ટેસ્ટ વિષે ની છે.
કાળના મુખ્ય ત્રણ પ્રકાર માં આપણે સમજૂતી મેળવીશું
(1) વર્તમાન કાળ
(2) ભૂત કાળ
(3) ભવિષ્ય કાળ જેમાં હાલ આપણે સાદા વર્તમાન કાળ વિષે વિગતમાં સમજૂતી મેળવીએ
સાદો વર્તમાન કાળ
સાદો વર્તમાન કાળ ને વાકયના પ્રકાર મુજબ જુદા જુદા ત્રણ પ્રકાર માં વહેચવામાં આવેલ છે
(1) વિધાન વાક્ય
(2) પ્રશ્નાર્થ વાક્ય
(3) નકાર વાક્ય
સાદો વર્તમાન કાળ વિધાન વાક્ય
નિયમો :-
(1) વાક્યમાં ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયા પદની સાથે ક્રિયાપદને s / es લગાડવામાં આવે છે
ત્રીજો પુરુષ એક વચન - HE / SHE / IT
HE - પુરુષ માટે
SHE - સ્ત્રી માટે
IT - નાન્યતર જાતિ માટે
(2) બાકી બધામાં ક્રિયા પદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે.
બાકી બધા - I / WE / YOU / THEY
(3) S / ES નો નિયમ
જે ક્રિયાપદ ને છેડે S/SH/CH/SS/O/X આવે તો ક્રિયાપદ ને ES લગાડવામાં આવે છે
( ત્રીજો પુરુષ એક વચન માટે )
ઉદાહરણ :- To watch - watches
To catch - catches
બાકી બાધમાં માત્ર S લગાડવામાં આવે છે
ઉદાહરણ :- To drink - drinks
To read - reads
(4) y નો નિયમ
જે ક્રિયાપદને છેડે y આવે .......
(A ) Y ની આગળ સ્વર આવે તો ....
માત્ર s લગાડવામાં આવે છે
ઉદાહાર :- To play - plays
(B) y ની આગળ વ્યંજન આવે તો y કાઢીને ies લગાડવામાં આવે છે
ઉદાહરણ :- To fly - flies
મહાવરો :-
(1) He plays cricket everyday.
(2) Mohan drinks tea daily.
(3) The boys write their home work every day.
(4) Rahul always gets up early in the morning.
(5) People celebrate Diwali every year.
વિડીયો જોવા માટે
ટેસ્ટ આપવા માટે CLICK HERE
0 Comments