ADD2

An interview with Arun Krishnamurthy | 10th ENGLISH

નમસ્કાર , 

આજની પોસ્ટમાં 10th ENGLISH , An interview with Arun Krishnamurthy  માં ........... 

  1. એકમ નો ટૂંકમાં પરિચય 
  2. NGO ની સ્થાપના 
  3. અરુણ ની પ્રથમ પ્રવૃતિ
  4. માતા- પિતા , શિક્ષકો તરફથી મદદ
  5. શાળા અને કોલેજ માં પર્યાવરણ પ્રત્યે પ્રેમ
  6. પર્યાવરણ માટે નોકરી છોડવાનું કારણ વગેરે વિષેની માહિતી મેળવી શકશો જેમાં pdf file અને વિડીયો દ્વારા સમજૂતી આપવામાં આવેલ છે 

પાઠ નો ટૂંકો પરિચય

આ પાઠમા ચેન્નઈ નો એક સતર વર્ષનો યુવાન , અરુણ ક્રુષ્ણમૂર્તિનો એક વાર્તાલાપ અહીં આપવામાં આવ્યો છે કે જે પર્યાવરણવિદ છે. અરુણ તેના વાર્તાલાપમાં પોતાની પર્યાવરણ પ્રત્યેની ચિંતા અને તેના કાર્યો વિશે માહિતી આપે છે. પોતાના ઘરની બાજુમાં તળાવની દુર્દશાથી ચલિત થઈને બે – ત્રણ મિત્રોની મદદથી તેને સ્વચ્છ કરે છે. અને અહીથી તેની પર્યાવરણને લગતી પ્રરૂતિઓ અરુણના માતા-પિતા તેની પ્રવૃતિમાં સહાયરૂપ છે. તેના મિત્રો અને તેની શાળાના શિક્ષકો પણ તેને આ કાર્યમાં મદદરૂપ થાય છે. તેની શાળાનું પર્યાવરણ અને જીવસૃષ્ટિ તેને પ્રેરણા પૂરી પડે છે. અરુણને તેની પર્યાવરણ પ્રત્યેની ચિંતા તેને બેસવા દેતી નથી. સંપૂર્ણ સમય માટે આ કામ કરવા માટે તે તેની ગૂગલની નોકરી છોડવા મજબૂર થાય છે. અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો તળાવ , નદી , સરોવર જેવા પ્રદુષિત જળાશયો સાફ કરે છે. તેની ટૂકડીમાં એક સાતમા ધોરણમાં અભ્યાસ કરતાં વિધાર્થી થી લઈને મોટી ઉમરના પણ છે. અરુણની ટીમ પર્યાવરણને અનુકૂળ કાગળની થેલીઓ બનાવે છે. અંતમાં એ દરેકને પર્યાવરણને મદદ કરવા માટે કહે છે  અને સલાહ આપતા કહે છે કે , જો આપણે કચરાનો યોગ્ય નિકાલ કરીએ તો આપણે આ ધરતીને સલામત , સ્વચ્છ અન સ્વસ્થ રાખી શકીએ.

NGO    ની સ્થાપન અને તેનું શરૂઆતનું કાર્ય

અરુણ કૃષ્ણામૂર્તિની ઉમર માત્ર 14 વર્ષની હતી જ્યારે તેણે ભારની  NGO  પર્યાવરણ સંસ્થાની સ્થાપના કરી. કાચબાની ચાલવાથી શરૂ કરી ચેન્નઈમાં કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાંને બચાવવામાં આજ અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો દરિયા કિનારો અને વિવિધ જળાશયોની સફાઈ કરે છે.

પ્રથમ પ્રવૃતિ

તેના ઘરની પાસે સુંદર તળાવ હતું જેમાં એક વખત પુષ્કળ પક્ષીઓ , દેડકાઓ અને સાપ હતા. તે ખૂબ પ્રદુષિત થઇ ગયું. તેમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો. આ રીતે સુંદર જગ્યા બેડોળ પાડોશમાં ફેરવાઇ ગઈ. આ બાબતથી તેને દૂખ થયું અને તેના વિષે કઈક કરવા ઇચ્છતો હતો. તેને બે મિત્રો ભેગા કરી તેના ઘર નજીક આવેલા તળાવની સફાઈ કરી. જે તેની પ્રથમ પ્રવૃતિ હતી.

માતા- પિતા , શિક્ષકો તરફથી મદદ

તેના માતાપિતા તેને મદદ કરતાં , તે જે કઈ કરે તેમાં તેના માતાપિતા એ કોઈ દિવસ અટકાવ્યો નહીં. તે જ્યારે પણ કોઈ કામ કરતો તેમાં તેની માહિતી આપતો અને કોઈ કાર્ય કર્યા પહેલા સલાહ લેતો. તેના શિક્ષકોએ શીખવ્યું કે કેવી રીતે કામ કરવું. અને બધા સમયે શિખતા રહેવાનુ શીખવાડ્યું.

શાળા અને કોલેજ માં પર્યાવરણ પ્રત્યે પ્રેમ

તેની શાળામાં પુષ્કળ લીલોતરી ભરેલું હતું. અને તે બીજા કેટલાક અન્ય જીવોનું નિવાસસ્થાન પણ હતું. તેનાથી તેનું મહત્વ સમજાયું અને તે પણ ખબર પડી શા માટે આપણે તેની રક્ષણ કરવું જોઈએ.

પર્યાવરણ માટે નોકરી છોડી

નોકરી છોડી પણ તેમાં કાર્ય કરતાં મિત્રો હજુ પણ તેના સંપર્કમાં છે. જો નોકરી ના છોડી હોય તો તેને આ કામ કરવામાં આટલી હિમ્મત ના મળે. પર્યાવરણને આટલું નુકશાન થતું હોય તો તે આનદ કેમ કરી શકે.

જળાશયોમાં કેવા પ્રકારનો કચરો

જળાશયોમાં ડાઇપર થી લઈને ઘસાયેલ ચપ્પલ જોવા મળે છે. આ બધુ નુકશાન કારક છે કારણ કે પાણી આપણાં જીવનનો આધાર છે.

જળાશયો સાફ કરવા લાગતો સમય અને ઉપયોગ માં લીધેલ સાધનો

સરોવરના કદ અને કચરાની માત્રા પર તે આધાર રાખે છે તેને માટે પાંચ દિવસ થી લઈને ત્રણ મહિના સૂધિનો સમય લાગે છે. તેને માટે દાંતી અને કોદાળી જેવા સાધનોનો ઉપયોગ થાય છે.  તેઓ નાક પર માસ્ક લગાવે , હાથમાં સેનિટરી મોજા પહેરે દાંતી અને કોદાળી વડે કચરો કચરા પેટીમાં નાખે અને તે ટ્રકમાં થલાવે. જે નૂકશાન કરતાં ફૂલછોડ કે કંટાળી વનસ્પતિ દૂર કરવા , માટી માટે ભારે  મશીનરીનો ઉપયોગ કરે છે.

યુવાનોએ પર્યાવરણ માટે શું કરવું જોઈએ

કચરો ઉત્પન્ન કરવાની માત્રા ઘટાડવી જોઈએ. આપણા ઘરે થી આવતા કચરાનો નાશ કરવો જોઈએ. તેનો નિકાલ કરવો જોઈએ. તેની સંસ્થામાં કામમાં સાથે જોડાવું જોઈએ.

શાળાએ જતાં બાળકોએ કેટલો સમય ફાળવવો જોઈએ

અઠવાડિયામાં ચાર કલાક બે કલાક શનિવારે અને બે કલાક રવિવારે આટલું કામ કરવાથી આ નાની શરૂઆત મોતા કાર્યમાં પરિણામે છે.

સાથે જોડવવા માટે

યુવા પ્રાણી પ્રેમીઓ , ફોટોગ્રાફર , ફિલ્મ બનાવનાર , કલાકારો , વૈજ્ઞાનિકો , સંશોધકો જે આ કાર્યમાં રસ ધરાવે તેને તે તાલીમ આપે છે અને કાર્યમાં સાથે જોડે છે. તેનો સૌથી નાનો સ્વયમ સેવક ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે.

 વિડીયો દ્વારા સમજૂતી માટે 

                 UNIT:- 3     

PART :- 1

 CLICK HERE

PART :- 2

 CLICK HERE

 pdf file દ્વારા સમજૂતી માટે 

 

 


Post a Comment

0 Comments