નમસ્કાર ,
આ પોસ્ટ માં આપ ENGLISH GRAMMAR માં INDEFINITE PRONOUS ના નિયમો , ઉદાહરણ અને ટેસ્ટ વિષેની માહિતી મેળવી શકશો.
INDEFINITE PRONOUNS ( અનિશ્ચિત સર્વનામો )
આ સર્વનામનો ઉપયોગ કોઈ એક , બધી અમુક અથવા દરેક વસ્તુ કે વ્યક્તિ માટે થાય છે.
આવા દરેક Indefinite Pronoun ને ઉદાહરણ સહિત સમજીએ.
All – બધુ , બધા
ઉદાહરણ :- All the boys were present in the prayer hall.
Any - ગમે તે , કોઈ , કઈ
Any પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં વપરાય છે
Is there any milk in the glass ?
There isn’t any milk in the glass
Anybody – ગમે તે વ્યક્તિ
Is there anybody in the class-room ?
There isn’t anybody in the class-room.
anything એટલે ગમે તે વસ્તુ. સામાન્ય રીતે આ શબ્દ પ્રશ્નાર્થ અને
નકાર વાક્યમાં વપરાય છે.
Did you give him anything ?
Each - દરેક
Each નો ઉપયોગ એકવચનમા જ થાય છે તેની સાથેનું ક્રિયાપદ કાળ
પ્રમાણે એકવચનનું જ રૂપ વપરાય છે.
Each વિશેષણ તરીકે વપરાય છે ત્યારે તેની સાથે નામ વપરાયેલું હોય
છે. તેવી રીતે every પણ વિશેષણ તરીકે જ વપરાય છે. Every નામ તરીકે વાપરી શકાતું નથી જ્યારે each નામ તરીકે વાપરી શકાય છે.
Each of the boys has a pen in his hand.
Each student should do his homework Or
Every student should do his homework.
Everybody - દરેક , દરેક વ્યક્તિ
એકવચનમાં વપરાય છે. આથી તેની
સાથે પણ એક્વચનમાં વપરાતું ક્રિયાપદ કાળ મુજબ વપરાય છે.
Everybody is free to move in this garden.
Everything - દરેક વસ્તુ. જે એકવચન માટે વપરાય છે અને વસ્તુ માટે વપરાય છે.
Everything is ready for the dinner.
One - કોઈ પણ એક
One કોઈ નિશ્ચિત વ્યક્તિ માટે નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે one વપરાય છે.
One should try to achieve something in life.
No one / None – કોઈ જ નહીં
એક પણ વ્યક્તિ નહીં અથવા કોઈ
નહીં. આ સર્વનામ પણ એકવચનમાં જ વપરાય છે. આથી તેની સાથે વપરાતું ક્રિયાપદ કાળ
પ્રમાણે એકવચનનું જ વપરાય છે.
No one has finished the work.
No body - કોઈ નહિ , કોઈ જ વ્યક્તિ નહિ.
આ સર્વનામ પણ ફક્ત એવચનમાં વપરાય છે. આથી તેની
સાથે વપરાતું ક્રિયાપદ એકવચનનું હોય છે.
No body likes to get less marks.
Nothing – કોઈ વસ્તુ માટે વપરાય છે. જેનો અર્થ કાઇંજ નહિ એવો થાય છે.
My pocket is empty. There is nothing in it.
Some – કેટલૂક , થોડું
જથ્થાવાચક અથવા ગણી શકાય
તેવી વ્યક્તિ કે વસ્તુ માટે આ સર્વનામ વપરાય ત્યારે તેની સાથે બહુવચનનું ક્રિયાપદ
વપરાય છે. પણ પ્રવાહી માટે આ સર્વનામ વપરાય ત્યારે તેની સાથે એકવચનનું ક્રિયાપદ
વપરાય છે.
Some were present in the hall.
Is there any milk in the glass ? There is some.
Some body – કોઈ એ વ્યક્તિ , કોઈક કે તે કોણ છે
તેની ખબર નથી તેવી વ્યક્તિ
આ સર્વનામ વપરાય ત્યારે તે
સાથે એકવચનનું ક્રિયાપદનું રૂપ વપરાય છે.
કોઈ વસ્તુ માટે something
વપરાય છે. કોઈ વસ્તુ , થોડીક વસ્તુના અર્થમાં આ સર્વનામ વપરાય છે.
There is something in your pocket.
Somebody is there in the room.
Many – ઘણી વસ્તુ અથવા ઘણી
વ્યક્તિ
Many saw the thief , but none tried to catch him.
Much - ઘણું
પ્રવાહી અથવા ન ગણી શકાય
તેવી વસ્તુ માટે આ સર્વનામ વપરાય છે.
Much of water is wasted when the rivers are
flooded.
One and the other – one એટલે એક અને the other એટલે તે માંહેની બીજી વસ્તુ
કે વ્યક્તિ
એક અને બીજી એક વસ્તુ કે
વ્યક્તિના સંદર્ભમાં વપરાય છે. બંને સાથે કાળ પ્રમાણે ક્રિયાપદનું એકવચનનું રૂપ
વપરાય છે.
He has two grammar books. One is new and the other
is old.
The others – થોડીક સિવાઈની બાકીની બીજી બધી વ્યક્તિ કે વસ્તુના સંદર્ભ માં the other વપરાય છે.
આ સર્વનામ સાથે બહુવચનનું ક્રિયાપદનું રૂપ વપરાય છે.
There are forty pupils is my class. Some are clever and the others are weak.
ટેસ્ટ આપવા માટે
0 Comments