બધા હરણોમાં કાળિયાર સૌથી વધુ જડપી છે. મુખ્યત્વે તે ભારતમાં જોવા મળે છ. પણ પાકિસ્તાન , નેપાલ , અને બીજા કેટલાક દેશોમાં પણ જોવા મળે છે. ભારતમાં તે ખાસ કરીને મહારાષ્ટ્ર , ઓરિસ્સા , પંજાબ , રાજસ્થાન , હરિયાણા , ગુજરાત , આંધ્રપ્રદેશ , તામિલનાડું અને કર્ણાટકમાં જોવા મળે છે. ગુજરાતમાં કાળિયાર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. તેનું મૂળ કુદરતી રહેઠાણ ગાઢ જંગલો નહીં પણ ખુલ્લા મેદાન છે. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના વેળાવદરમાં કાળિયારનું પ્રખ્યાત રાષ્ટ્રીય ઉધાન છે. વેળાવદરના કાળિયાર રાષ્ટ્રીય ઉધાન વિશે આપણે થોડી માહિતી મેળવીએ. ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લામાં વેળાવદરમાં કાળિયાર રાષ્ટ્રીય ઉધાન આવેલો છે. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં 1976માં સ્થપાયેલો , આ ઉધાન જિલ્લાના મુખ્ય મથક ભાવનગર થી આશરે 72 કિલોમીટર દૂર આવેલો છે.
ઉધાન આખો વર્ષ ખુલ્લો રહેતો હોવા છતાં ચોમાસુ અને શિયાળાના સમય દરમિયાન, સામાન્ય રીતે મધ્ય જૂનથી માર્ચના અંત સુધી ( ના સમય દરમિયાન) કાળિયારોને નિહાળવાનો સરસ સમય છે. વેળાવદરના રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બર થી માર્ચ સુધીનો છે, કારણ કે ઘણી જાતના પ્રવાસી પક્ષીઓ જેવા કે હેરિયર્સની ત્રણ જાતો , લેસર ફલોરિકન , ગરુડ અને સારસ અને બીજા ઘણા જળચર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.ભાવનગર હવાઈમથક દૈનિક ઉડાડથી મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો સાથે જોડાયેલું છે. ઉધાન થી 50 કિલોમીટર દૂર આવેલું ઢસા શહેર સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. ઐતિહાસિક વલભીપુર શહેર અહીં આશરે 30 કિલોમીટર દૂર છે.
તેલુગુ ભાષામાં કાળિયાર કૃષ્ણજીનકા તરીકે જાણીતું છે. તેને આંધ્ર પ્રદેશના રાજ્ય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કાલા હિરન, શાશીન, ઇરાલાઈ માન , કન્નડ ભાષામાં કૃષ્ણમૂર્ગ અને મરાઠીમાં કાળ વીત એ જાતિના સ્થાનિક નામો છે.ભારતીય પૌરાણિક કથા અનુસાર કાળિયાર અથવા કૃષ્ણ ઝિંકાને ચંદ્રનું વાહન માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર જ્યાં રહેતા હોય તે વિસ્તારમાં સમૃદ્ધિ લાવે છેકાળિયાર તેના ચક્રાકાર શિંગડા માટે જાણીતું છે. કાળિયારના આ વિશિષ્ટ શિંગડા એક થી ચાર ચક્રો વાળા હોય છે. તે શીંગડા 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે. નળ કાર્યમાં શરીરનો ઉપરનો ભાગ કાળો હોય છે અને પેટ અને આંખ ફરતા વર્તુળ સફેદ હોય છે. જાખા ભૂખરા રંગની માદા બહુદા શીંગડા વગરની હોય છે. કાળીયારો સામાન્ય રીતે એક નર નેતા સાથે 15 થી 20 પ્રાણીઓના સમૂહમાં મેદાનોમાં ફર્યા કરે છે.ખુલ્લા મેદાનમાં કાળિયાર ઝડપી પ્રાણીઓમાં નું એક છે અને મોટાભાગના શિકારી પ્રાણીઓ કરતા લાંબા અંતર સુધી ઘણી ઝડપથી દોડી શકે છે. જરૂર પડે ત્યારે તે કલાકના ૮૦ માઈલની ઝડપે દોડી શકે છે. ચિતો કાળિયાર માટે જોખમી હોવાનું કહેવાય છે. બીજા જંગલી પ્રાણીઓ જેવા કે વરુઓ અને જંગલી કુતરા પણ કાળિયારને મારી ખાય છે.
કાળિયાર ઘાસાહારી છે. તે ઘાસ, છોડવાઓ, ફૂલો અને ફળો પર જીવે છે. કાળિયાર નું અધિકતમ આયુષ્ય આશરે 16 વર્ષ જેટલું નોંધાયું છે.કાળિયારમાં તેના માસ અને ચામડા માટે શિકાર કરવામાં આવે છે. આ લોક તથા પ્રાણીઓના શિકાર પર ભારતીય કાયદા પ્રમાણે કડક પ્રતિબંધ હોવા છતાં પ્રસંગોપાત ગેરકાયદેસર શિકાર થવાના પ્રસંગો હજુય બને છે. કાળિયારના કુદરતી રહેઠાણો માણસો પાલતુ પ્રાણીઓ માટે કે મકાનો બાંધવા માટે પડાવી લે છે. મોટાભાગના જંગલી પ્રાણીઓની જેમ કાળિયાર ને 1972 ના વન્યજીવન રક્ષણના કાયદા અનુસાર સૈદ્ધાંતિક રક્ષણ આપવામાં આવેલું છે.મિત્રો, કાળિયાર ને તમે ભારતની ટપાલ ટિકિટ પર જોયું હશે, પણ હવે કોઈક દિવસ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઇ કાળિયારો, બીજા પ્રાણીઓ અને પક્ષીઓને કુદરતી વાતાવરણમાં નિહાળવાની મજા લેજો.
વિડીયો દ્વારા અભ્યાસ અને જવાબ માટે CLICK HERE
વિડીયો -1 |
|
વિડીયો -2 |
|
વિડીયો -3 |
|
વિડીયો -4 |
pdf file માટે
0 Comments