તમારે
એક નાનો ભાઈ છે. તેને બપોરે ઊંઘવા ના મળે તો તે અસ્વસ્થ થઈ જાય છે. તે દિવસે તેના
વર્તનમાં કેવું પરિવર્તન આવે છે ? જે તમે શોધી કાઢવા માંગો છો.તમે તેના જવાબ કેવી રીતે મેળવી
શકો તે જાણવા માટે આપેલ વૈજ્ઞાનિક પદ્ધતિઓ તબક્કાવાર ઉપયોગ કરીએ.
પધ્ધતિનાં મુદ્દાઓ
1. પ્રશ્ન પૂછો
2. આ પ્રશ્ન વિષે માહિતી એકથી કરો
3. તાર્કિક ધારણાઓ બાંધો
4. તાર્કિક અનુમાનની કસોટી કરો
5. તમારું તારણ બીજાને કહો
1. પ્રશ્ન પૂછો :
મારો નાનો ભાઈ બપોરની ઊંઘ ગુમાવે છે ત્યારે તેના વર્તનમાં શો ફેરફાર થાય છે ?
2.
આ પ્રશ્ન વિશે માહિતી એકઠી કરો:
જે દિવસોમાં તમારો ભાઈ બપોરે ઊંઘે છે અને જે દિવસે તે ઊંઘ્યો નથી હોતો તેનું નિરીક્ષણ કરો. તેના વર્તનમાં શો ફેરફાર થાય છે તે વિશે તમારા માતા-પિતા, ભાઈઓ કે બહેનોને પૂછો.
3.
તાર્કિક ધારણાઓ બાંધો:
મારો નાનો ભાઈ જે દિવસમાં બપોરે ઊંઘ લે છે તેની સરખામણીમાં તે જે દિવસોમાં ઊંઘવાનું ચૂકે છે તે દિવસોમાં સાંજના તેનામાં ધીરજ તૂટી જાય છે."
4.
તાર્કિક અનુમાનની કસોટી કરો:
તમે
કદાચ જોયું હશે કે કેટલીક સાંજે કોયડાઓના ઘટકો યોગ્ય રીતે ગોઠવવામાં તમારો નાનો
ભાઈ લાંબા સમય સુધી કામ કરશે. બીજા કોઈ સમયે તે કોયડા પર ગુસ્સે થઈને ઘટકો રૂમમાં
ચારે બાજુ વેરી મૂકે છે.
A. એવા પાંચ દિવસો પસંદ કરો, જ્યારે તમારા ભાઈએ બપોરે ઊંઘ લીધી છે. એ દિવસોમાં તેને રાત્રે જમ્યા પછી કોયડા ના ઘટકો ગોઠવવા આપો. કામ પડતું મુકતા પહેલા તે કેટલા ઘટકોનો ઉપયોગ કરે છે તે ગણી લો.
B. એવા પાંચ દિવસો પસંદ કરો, જ્યારે તમારો ભાઈ બપોરની ઊંઘ ચૂક્યો છે. એ દિવસોમાં રાત્રે જમ્યા પછી તેને કોયડા ના ઘટકો ગોઠવવા આપો. કામ પડતું મુકતા પહેલા તે કેટલા ઘટકોનો ઉપયોગ કરે છે તે ગણી લો.
નિરીક્ષણ:
બને પરિસ્થિતિ માટે લગભગ સરખી સંખ્યામાં ઘટકોનો ઉપયોગ કરે છે.
પરિણામ:
અનુમાન:
"એ જ્યારે બપોરના ઊંઘતો નથી ત્યારે તે ધીરજ ગુમાવી બેસે છે" , તે સિદ્ધ થતું નથી.
તમારા પ્રયોગ દ્વારા તમારા અનુમાનને પુષ્ટિ આપતી કોઈ સાબિતી ના મળે તો બીજી પદ્ધતિ અજમાવી જુઓ. તમે સહેલાઈથી ચકાસી શકો તેવું આ અનુમાન હોઈ શકે. " મારો ભાઈ જ્યારે બપોરની ઊંઘ ચૂકે છે ત્યારે સાંજે વધારે રડે છે."
A. એવા પાંચ દિવસો પસંદ કરો જ્યારે તમારા ભાઈએ ઊંઘ લીધી છે. સાંજના 6:00 અને 8:00વચ્ચે કેટલીક વાર રડે છે તે ગણી લો.
B. એવા પાંચ દિવસો પસંદ કરો જ્યારે તમારો ભાઈ બપોરની ઊંઘ ચૂક્યો છે. સાંજના 6:00 અને 8:00 વચ્ચે તે કેટલી વાર રડે છે તે ગણી લો.
તમારા પરિણામને ચકાસો, જે દિવસોએ તમારો ભાઈ ઊંઘ ચુક્યો છે તે દિવસે એ ખરેખર વધારે રડ્યો હોય તેમ લાગે છે ?
5.
તમારું તારણ બીજાને કહો:
તમારા માતા પિતાને રસ પડશે. તમારા મોટાભાઈ કે બહેનને જાણવું ગમશે. તમારું તારણ તમારી માતાને તમારા નાના ભાઈને કેવી રીતે સંભાળવો તેમાં ઉપયોગી થઈ શકે.
ગમે
ત્યાં નજર કરો, બધે પ્રશ્નોને પ્રશ્નો જ છે. એના ઉત્તરો આપવા તમે વૈજ્ઞાનિક
પદ્ધતિનો ઉપયોગ કરી શકો.
1.
તમારા કૂતરાને કઈ જાતનો ખોરાક સૌથી વધારે છે ?
2.
તમારે માતા સપ્તાહ દરમિયાન રાત્રે વહેલી સુઈ જાય છે કે શનિ-રવિ રાત્રે ?
3.
તમે તમારા શાળાએ જવાના દિવસોએ વધારે પડતું ખાવો છો કે તમે ઘરે રહો ત્યારે ?
4.
તમારા પિતા કાર કે બાઈક સપ્તાહ દરમિયાનના દિવસોમાં વધારે ચલાવે છે કે શનિ રવિના
દિવસોમાં ?
5.
થાળીઓ ઠંડા પાણીથી ધોવા કરતા ગરમ પાણીથી ધોવાથી ખરેખર વધારે સારી સાફ થાય છે ?
6. જો તમે પ્લીઝ કહો, તો તમારી મોટી બહેન તમને મદદ કરશે તેવી વધુ શક્યતા છે ?
તમે પૂછી શકો અને જવાબ આપી શકો તેવા હજારો પ્રશ્નો છે. તમે કદાચ આશ્ચર્યજનક વાતો શીખી શકો. તમારા માતા પિતા કે શિક્ષક ન જાણતા હોય તેવું પણ શીખી શકો. બીજા કોઈએ કદી ન જાણી હોય તેવી વાત પણ તમે કદાચ શીખી શકો. આવી વાતો વિજ્ઞાનને ઉત્તેજિત કરે છે. જાતજાત ની નવી શોધો કરી શકાય. તમારે માત્ર યોગ્ય પ્રશ્ન જ પૂછવાનો છે અને કઈ રીતે તેનો ઉત્તર આપવો તે સમજવાનું છે.
સ્વ-મૂલ્યાંકન માટે ટેસ્ટ
0 Comments