આપણે ભૂતકાળના સમાજનો અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા હતા? તે ક્યાં રહેતા હતા? શું ખાતા હતા ?તેમના જીવનને અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનો થી માહિતગાર કરે છે.
ઇતિહાસ જાણવાના સાધનો -સ્ત્રોત
( image source from:-Gshala-government of Gujarat )
ચિંતાને વર્તમાન પત્રમાં વાંચ્યું ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણીએ શકે કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે. તે કોણે અને કેવી રીતે બાંધ્યો હશે. ત્યાંના લોકો કેવા ખોરાક ખાધા હશે, કેવા કપડા પહેરતા હશે.
(a) . તાડપત્ર અને ભોજપત્ર
પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપત્ર કહીએ છીએ. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો.તાડના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ ની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણે જાણકારી મળે છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત પાકૃત અને તમિલ ભાષામાં લખાણ મળે છે. કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે.જેમાં ધાર્મિક રીતરિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે.
(b) અભિલેખો
ધાતુઓ અને પથ્થરો પર ખોતેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલાલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે.આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે.
3. તામ્રપત્રો
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાન ની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. જેમાંથી રાજાના નામ તેના ધર્મ વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે.આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, એલડી ઇન્સ્ટિટયૂટ ઓફ એન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, ભો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર , કોબા ગાંધીનગર માં સચવાયેલા છે.
(d ) સિક્કા
સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ તેના ધર્મ સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઇસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. જે સૌથી જુના સિક્કા છે.આ સિવાય ગ્રીક રાજાઓ મૌર્ય કાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદી તાંબાના સિક્કા,જે તે રાજ્યની સામાજિક ધાર્મિક અને આર્થિક અને રાજકીય માહિતી આપે છે.
ઇતિહાસના અભ્યાસીઓ-પુરાતત્વશાસ્ત્રીઓ , ઇતિહાસકારો અને પ્રવાસીઓ
માનવ સમાજનું ભૂતકાળ જાણવા આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ જેને અંગ્રેજીમાં archaeologist કહેવાય છે. તે સંશોધન કરી માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખન કરીને મકાનો, સિક્કા ઇટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિની આપણને અવગત કરાવે છે.
પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણન માંથી આપણને જે-તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થનીસ , પ્લિની , ફાહિયાન , યુએન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે.
પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા.એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે.
આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતરિવાજો ખોરાક પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે.ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આસપાસને કપાસ જણાવ ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે.
ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે સંશોધન કરે છે હસ્તપ્રતો દસ્તાવેજો અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનો આલેખન કરે છે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને પણ આપણી સમક્ષ જીવંત કરે છે.
(a ) ભૂમિ નું નામ
આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા.તેઓ આજથી 200500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિંડોસ અને ગ્રીકના લોકો ઇન્ડસ કહેતા તેઓ આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયા થી ઓળખાતા ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળેલ છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો તેમના નામ પરથી આપણા દેશ ભારત તરીકે ઓળખાય છે આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે
0 Comments