નમસ્કાર ,
આ પોસ્ટમાં આપ ધોરણ :- 6 , ગુજરાતી , સેમ :-2 , પ્રકરણ ;-1 આલાલીલા વાંસડિયા માં કાવ્યા ગાન , સમજૂતી , સ્વાધ્યાય ના પ્રશ્નો , સમાનાર્થી શબ્દો , પાઠ માં વપરાયલે શબ્દો , ખાલી જગ્યા વગેરેનો અભ્યાસ કરી શકશો. સાથે વિડીયો દ્વારા સમજૂતી અને અંતમાં શૈક્ષણિક રમત પણ આપેલ છે .
કાવ્ય
આલા લીલા વાસળીયા રે વઢાવુ ,
એની રે ઉતરાવો રે પ્રભુજીની
વાંસળી રે લોલ,
વાસળી એ કાંઈ હંસ પોપટ અને
મોર,
વાસરડી વગાડે રે નંદજીનો
લાડકો રે લોલ.
વાસળી એ કાઈ ફૂમતા લટકે ચાર,
આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં
હિરલા રે લોલ.
આવી આવ્યા ઉત્તર દશના મેહ ,
પાંદરડા ખેતરડા રે હરી કેરા
છલી વળ્યા રે લોલ.
ખેતરીએ કાંઈ જોલી રહ્યા છે
મોલ,
મોલે મોલે ગોઠવી દીધા
પરભુજીએ મોતીડા રે લોલ.
ટિપ્પણી
આલુ - આછી ભીનાશ ધરાવતું
પ્રશ્ન જવાબ
1. વાંસડિયા શા માટે
વઢાવવાના છે ?
2. વાંસલડી કોણ વગાડે છે?
3. વાંસળી એ શું લટકે છે ?
4. મેહ કઈ દિશાએથી આવે છે?
5. ખેતરમાં શું ઝૂલી
રહ્યું છે ?
6. વાંસળી શેમાંથી
બનાવવાનું કહ્યું છે?
7. ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
8. ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે?
10. ગીતમાં શ્રીકૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે
જવાબ :
1. વાંસડિયા વાંસળી બનાવવા માટે વઢાવવાના છે
2. વાંસળી નંદજીનો લાડકો વગાડે છે.
3. વાંસળીએ ફૂમકા લટકે છે.
4.મેહ ઉતર દિશામાંથી આવે છે.
5. ખેતરમાં મોલ ( પાક ) જૂલી રહ્યો છે.
6. વાંસળી આછી ભીનાસ ધરાવતા વાંસ માથી બનાવવાનું કહ્યું છે.
7. ગીતમાં હંસ , પોપટ અને મોરનો ઉલ્લેખ થયો છે.
8. ગીતમાં મોટીડા શબ્દ પાકના ડૂંડા માટે વપરાયેલ છે.
9. ગીતમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુજી , નંદજીનો લાડકો , હરિ જેવા શબ્દો વપરાયેલ છે.
ઉદાહરણ મુજબ શબ્દો લખો
આંગળી - અંગૂઠી
કાન :- જૂમખા
નાક :- નથડી
હાથ:- બાજુબંધ
પગ:- જાંજર
ડોક :- હાર
કેડ :- કંદોરો
ગીતમાં વપરાયેલા શબ્દ
શોધીને લખો
ઉત્તર - ઓતરા
ખેતર - ખેતરડા
વરસાદ - મેહ
પાક - મોલ
પાન - પાંદરદા
પ્રભુ - પરભુજી
0 Comments