ADD2

TET EXAM | ધોરણ :- 6 | સામાજિક વિજ્ઞાન | 7 - ગુપ્ત યુગ અને અન્ય શાસકો


નમસ્કાર , 

આ પોસ્ટમાં આપ ધોરણ :- 6 , સામાજિક વિજ્ઞાન , 7- ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિષે વિસ્તારથી માહિતી મેળવશો. જેમાં સૌથી છેલ્લે સ્વ મૂલ્યાંકન  માટે ટેસ્ટ આપેલી છે 

(1) પ્રસ્તાવના

(2) ચંદ્રગુપ્ત (પહેલો)

(3) સમ્રાટ સમુદ્રગુપ્ત 

(4) સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય

(5) ગુપ્ત સામ્રાજ્યનો અંત

(6) ગુપ્તયુગની શાસન-વ્યવસ્થા

(7) ગુપ્તયુગ આર્થિક સ્થિતિ

(8) ધાર્મિક સ્થિતિ

(9) ગુપ્તયુગીન સાંસ્કૃતિક સ્થિતિ

(10) ગુપ્તયુગમાં વિજ્ઞાનની સ્થિતિ

(11) સમ્રાટ હર્ષવર્ધન

(12) પુલકેશી બીજો

(13) અન્ય રાજયો

પ્રસ્તાવના

ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સત્તા સ્થપાઈ. ગુપ્તવંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્તયુગને ભારતનો ‘સુવર્ણયુગ' કહેવામાં આવે છે. સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ-આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી. જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. ગુપ્તયુગનો સુવર્ણયુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું.

ચંદ્રગુપ્ત (પહેલો)

        મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ (ઈ.સ. 319) પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેણે શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યાં. લિચ્છવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ (અલાહાબાદ), સાકેત (અયોધ્યા) જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. તેણે મહારાજને બદલે ‘મહારાજાધિરાજ’ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની.

સમ્રાટ સમુદ્રગુપ્ત 

                ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ (પ્રયાગ-પ્રશસ્તિ) અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિષેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગનાં રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુશાણ શાસનતંત્ર સુધી તેની વિજયયાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ બાર જેટલા રાજાઓને હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવીને તેમનાં રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી.

        સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે જે તેનો સંગીતપ્રેમ દર્શાવે છે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયાં હતાં. તેણે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિંદુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત-રિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો.

સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય

                સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું, એટલું જ નહિ પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો.ચંદ્રગુપ્ત બીજો ગુપ્તવંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક-ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. આ વિજયની યાદમાં ‘શકારિ’ બિરુદ ધારણ કર્યું. તે ‘વિક્રમાદિત્ય' પણ કહેવાયો.

        તેણે ત્રણસો વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક-ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્નસંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્યબળ વધાર્યું. આ લગ્નસંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુકચ્છ (ભરૂચ) અને સ્તંભતીર્થ (ખંભાત)નાં ધીકતાં બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યાં. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની પાત્રાળુ ાહિયાને ગુપ્ત રાજ્યવહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિનાં વખાલૂ કર્યાં છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન સૈવધર્મી હતો, રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા.

                તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કિવ અને નાટ્યલેખક કાલિદાસ તેના રાજકવિ હતા. ધન્વંતરિ તેના રાજવૈદ્ય હતા. વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલભદ્ર, અમરકોષના રચચિંતા અમરસિંક જેવા રત્નોથી તેનો રાજદરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો. અજંતાના ઘણા કલાપમંડપો તેના સમયમાં તૈયાર થયા. તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌહમઠો બંધાવ્યા હતા. દિલ્લી પાસેનો મૈહરૌલી લોહસ્તંભ તેના સમયમાં સ્થપાયો. જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી, તેણે રાજ્યને જુદા-જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈ.સ. 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું.



ગુપ્ત સામ્રાજ્યનો અંત

                ચંદ્રગુપ્ત બીપ્તના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાનો કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ.તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. તેી પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. તેણે રાજ્યને જુદા-જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈ.સ. 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું.

ગુપ્તયુગની શાસન-વ્યવસ્થા

                ગુપ્તયુગનાં શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું.ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટીતંત્રના કેન્દ્રસ્થાને હતા. તેઓ મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવાં બિરુદો ધરાવતા હતાં. પ્રાંતના વડા તરીકે મોટેભાગે રાજકુમારને મૂકવામાં આવતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું. જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને ‘વિષય' કહેવામાં આવતો.ગ્રામકક્ષાએ સમિતિ બનાવવામાં આવતી. જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો.             

ગુપ્તયુગ આર્થિક સ્થિતિ

                ગુપ્તયુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેતપદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિ-વાર્ષિક અને પંચવાર્ષિક ખેતપદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતાં, બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી-મસાલા, રેશમ અને કપાસની વેપાર વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્તયુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામિલખિ જેવાં આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાંની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી.

ધાર્મિક સ્થિતિ

                ગુપ્તયુગમાં હિંદુધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય-ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ સમયમાં મહદંશે પૂજાતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમ જ ણોનું પુનઃસંક્લન થયું. શ્રીમદ્ ભગવદ્ગીતા આ સમયે ખૂબ મહત્ત્વપૂર્ણ ગ્રંથ બન્યો વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો ‘નયનાર’ કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો ‘અલ્વાર' કહેવાતા. મહિષાસુરમર્દિની (દુર્ગા)ની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્તયુગમાં બૌદ્ધધર્મ અને જૈનધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધધર્મના મહાયાન અને હિનયાન પંચ વિકસ્યા હતા.

ગુપ્તયુગીન સાંસ્કૃતિક સ્થિતિ

                ગુપ્તયુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણયુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્ક્રેપ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજ્યા તથા આર્યસૂર આ સમયના મહત્ત્વના સાહિત્યકારો હતાં. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ ‘અભિજ્ઞાનશાકુંતલમ્’, ‘રઘુવંશમ્' અને ‘મેઘદૂતમ્’ જેવાં મહાકાવ્યોની રચના કરી. ગુપ્તયુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતનાં સૌ પ્રથમ ઇંટેરી મંદિરો છે. ગુપ્તયુગ આ દૃષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની.

ગુપ્તયુગમાં વિજ્ઞાનની સ્થિતિ

                મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશપત્તિની શોધ કરી. વરાહમિહિરે ‘બૃહદસંહિતા' નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાગ્ભટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગહૃદયસંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદકશાસ્ર વિકસ્યું હતું. હાથી-ઘોડાની દવાઓ પણ શોષાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસ્સો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્લી પાસે આવેલો મેહરોલીનો લોહસ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી.

સમ્રાટ હર્ષવર્ધન

                ગુપ્તયુગ પછી પ્રાચીન ભારતનાં મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાણેશ્વરના પૂષ્પભૂતિ વંશના હતા, પ્રભાકરવર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી, ગૌડ રાજવી શશાંક અને માલવરાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતાં મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થયું. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ઈ.સ. 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું, તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહિ રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેયાર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેનાં સમકાલીન રાજ્યોમાં વલભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. હર્ષ મોટેભાગે નદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા.

                સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુઅન સ્વાંગ ભારત આવ્યા હતા. તેમના રાજદરબારમાં રહ્યા હતા. હર્ષે શૈવભક્ત હતા અને પછીથી બૌદ્ધધર્મના મહાન અનુયાયી બન્યા. તેમણે કનોજમાં યુઅન શ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મપરિષદનું આયોજન કર્યું. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી, સ્થાપિત કરી હતી. મહાયાન અને હિનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી.સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા. જેમણે હર્ષચરિતમ્ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયૂર ભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમણે ‘પ્રિયદર્શિકા’ અને ‘રત્નાવલી નામનાં બે નાટકોની રચના કરી હતી. સાથે-સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી ‘નાગાનંદ' નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું.

                હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂતમંડળે મુલાકાત લીધી હતી. આ દૃષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટિના શાસક, વિજેતા, વહીવટીકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યાં હતાં.

પુલકેશી બીજો

                સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્યવંશી રાજા પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી ‘દક્ષિણપથના સ્વામી’નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા.

અન્ય રાજયો

                આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કશ્મીરમાં કર્કોટકો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યાં હતાં. મહાબલિપુરના સમુદ્ર તટે રથમંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાશનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય.

 

Post a Comment

0 Comments