ADD2

Std- 6 , ગુજરાતી , સત્ર :-2 , 12 રાવણનું મિથ્યાભિમાન

 


નમસ્કાર ,

આ પોસ્ટમાં આપ ધોરણ – 6 , ગુજરાતી , દ્વિતીય સત્ર :-2 , 12 – રાવણનું મિથ્યાભિમાનમાં કાવ્ય , શબ્દોની સમજૂતી , કાવ્ય આધારિત પ્રશ્નો વિષે માહિતી મેળવી શકશો. અને પોસ્ટના અંતે સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ પણ આપી શકશો.     

(1) કાવ્ય

(2) શબ્દ સમજૂતી

(3) સ્વમૂલ્યાંકન ટેસ્ટ   

કાવ્ય 

અભિમાન કરીને બોલીયો , તે સમયે રાવણરાજ :

અલ્યા જનક ! તે શું પણ કર્યું છે ? કહે મુજને આજ.

તવ વિદેહે ત્ર્યંબક દેખાડ્યું , રાવણને તત્કાળ :

એ ચાપ ચઢાવે તેને કન્યા , આરોપે વરમાળ.

એવું સાંભળીને અટ્ટહાસે , હસ્યો રાવણ રાય;

કૈલાસ સરખો હલાવ્યો , કોણ માત્ર ધનુષ કહેવાય ?

મે અમર બંદીવાન કીધા , હું રાવણ બલિયો સત્ય,

કંદુકની પેરે ઉછાળું મેરુ , મંદ્રાચળ પરવત .

પૃથ્વી ઊંધી કરી નાખું , પલકમાં નિરધાર;

બ્રંભાડ ચાક ચડાવું તો , એ ધનુષના શા ભાર;

એમ ઘણા વચન બોલી , પછે ઉઠીયો રાવણરાય;

વસ્ત્રાભૂષણ સંભાળીને , ધનુષ ભણી તે જાય.

ત્યારે સીતાને ચિંતા થઈ , જે રાવણ કરશે કામ ;

પછે સ્તુતિ શિવઉમિયા તણી , કરતાં સતી અભિરામ :

મહારાજ શિવ સંકટહરણ , રાખજો મારી લાજ ;

હાલે નહીં રાવણ થકી , ત્ર્યંબક તમારું આજ.

એમ સીતાના મન તણી ચિંતા , જાણી રામે એહ ;

કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર , થયું ગૌરવ તેહ.

રાવણ આવી બાથ મારી વીશ કરશું ત્યાહય ;

લેશ હાલે નહીં તે , ઘણો ભાર ત્ર્યંબક માંહ્ય.

તદા થયો નિસ્તેજ રાવણ , સ્પર્શતા શિવચાંપ ;

હલાવ્યું હાલે નહીં , ત્યારે પામ્યો મન પરિતાપ .

પછે અધર પીસે દંત, રીસે રક્તલોચન ક્રોધ ,

ધનુષ તે તવ ઉપાડયું , ઘણું જોર કરીને જોધ.

પરસ્વેદ ચાલ્યો અંગથી , ઊંચું કર્યું બળવાન;

ઘણો શ્વાસ ચઢિયો શૂરને , થયું મન ઘણું અભિમાન.

ઊભું કર્યું જવ ઘનુષ્યને, અતુ બળ કરી મહાકાય,

કર માંહેથી લથડયું તદા, તવ પડ્યો રાવણરાય.

પૃથ્વી ઉપર પડ્યો દશમુખ ,થયો પૂર્ણ પ્રહાર;

તેની ઉપર પડ્યું ત્ર્યંબક , ચંપાયો તેણી વાર.

તે ભડાકો સબલો થયો ઘણી ઊડી રજ તે ઠાર;

રુધિર ચાલ્યું મુખ થકી , કચ્ચર થયો નિરધાર.

પોકાર કરતો બોલીયો , તમે સુણો સરવે જન!

હું દબાયો છુ, મને કાઢો , થાય પીડા તન.

અરે જનક ! મુજને કાઢ વહેલો , જશે પારા પ્રાણ ;

તો કુંભકરણ , ઇન્દ્રજીત , તુજને મારશે નિરવાણ.

પુરભંગ કરશે અસુર તારું , લેશે મારુ વેર;

પામું નવો અવતાર જો , જાઉં જીવતો મુજ ઘેર .

એમ તે સમે ચંપાયો રાવણ , થયું દુ:ખ અપાર,

પૃથ્વી પર પડ્યો નિશિચર , કરે મુખ પોકાર.

પોકાર કરતો મુખે રાવણ , પીડા પામે તન રે;

ત્યારે સર્વ સભા સાંભળતા, બોલ્યો જનકરાય વચન રે .   

શબ્દ સમજૂતી

 

                              શબ્દ સમજૂતી

1

વિદેહે

જનક રાજાનું એક નામ

2

ત્ર્યંબક

શિવજીના ધનુષ્યનું નામ

3

ચાપ

ધનુષ્યની પણછ

4

અટ્ટાહાસ્ય કરવું

ખડખડાટ હસવું

5

કંદુક

રમવાનો દડો

6

બંદીવાન

કેદી

7

ભૂષણ

ઘરેણું

8

અભિરામ

મનોહર

9

સંકટહરણ

દૂખ હરનાર

10

નિસ્તેજ થવું

ઝખવાવું

11

પરિતાપ

સંતાપ

12

અધર

નીચલો હોઠ

13

જોધ

યોદ્ધો

14

પરસ્વેદ

પરસેવો

15

પ્રહાર

ઘા

16

કચ્ચર થવું

કચડાવું

17

પુરભંગ

નગરનો નાશ

18

ચંપાવું

દુખથી દાઝવું

19

નિશિચર

રાક્ષસ

20

વસ્ત્રાભૂષણ

કપડાં અને ઘરેણાં

21

નિરધાર

નક્કી

22

વિકટ દ્રષ્ટિ

તીક્ષ્ણ નજર

23

ગૌરવ

ભારેખમ

24

વીશ

વીસ

25

તતકાળ

તે જ સમયે

26

રક્ત લોચન

લાલ આંખો

27

મંદ્રાચળ

પર્વતો નો રાજા

28

કરશું

હાથ વડે

29

શિવચાપ

શિવજીનું ધનુષ્ય ત્રયંબક

30

બ્રહ્માંડ ચાક ચઢાવું

સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું

                                    

સ્વમૂલ્યાંકન ટેસ્ટ માટે

Post a Comment

0 Comments