ADD2

Std .:- 6 | સામાજિક વિજ્ઞાન | 6 - મોર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

 નમસ્કાર ,

આજની પોસ્ટમાં આપ Std .:- 6 , સામાજિક વિજ્ઞાન , 6 - મોર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક માં તમામ માહિતી વિસ્તૃત રીતે અને મુદ્દા મુજબ મેળવી શકશો. સાથે સાથે સ્વ  મૂલ્યાંકન માટે ટેસ્ટ છેલ્લે આપેલી છે. 

મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

રવિવાર હોવાથી સોસાયટીનાં સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયાં. ભવ્ય અને જલ્પે ટીમ પાડી, ભેટિંગ કે બૉલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો : કિંગ, સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જપે બૅટિંગ માંગી. બાજુમાં ઊભેલો કેતાંરા બોલી ઊઠ્યો : સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે ? ભવ્યએ તેને સમજાવ્યો : સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્યવંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે.

મોર્યવંશ : સ્થાપક અને શાસક

(1) ચંદ્રગુપ્ત મૌર્ય : મોર્યવંશના સ્થાપક (ઈ.સ. પૂર્વે 321 શ્રી ઈ.સ. પૂર્વે 297) :

બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય V2E6Y1 વિષ્ણુગુપ્તે (ચાણક્ય) તક્ષશિલા લઈ જઈ તેને શસ્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈ.સ. પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી, મૌર્યવંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાાક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો (1) કાબુલ (2) કંદહાર (3) હેરાત અને (4) બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મૅગેસ્થનિસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મૅગેસ્થનિસે લખેલ પુસ્તક ઇન્ડિકા''માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે.

રાજ્યવિસ્તાર :

ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે નીમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર (જૂનાગઢ)ના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સતા હેઠળ હતા. આમ , સમગ્ર ભારત પર મોર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સતા પ્રવર્તતી હતી.

                ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસુર (હાલ કર્ણાટક)ના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. ઈ.સ. પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લાં વર્ષોમાં તેણે જૈનધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્યવંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્યઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્યવંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિગુપ્ત (ચાણક્ય)ની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજય કહેવાય છે.

ગ્રાન્ડ ટ્રેક રોડ (GTR) :

                એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય મેશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ D94Y8 દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

ગ્રાન્ડ ટ્રંક રોડ (GTR) :

                એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.વર્તમાન સમયમાં આ રી દિલ્લીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે.

(2) બિંદુસાર (ઈ.સ. પૂર્વે 297 થી ઈ.સ. પૂર્વે 273) :

ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધન ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતિના રાષ્ટ્રી (રાજ્યપાલ) તરીકે નિમણૂક થઈ હતી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો.બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધ જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું.

(3) સમ્રાટ અશોક : (ઇ.સ. પૂર્વે 273 થી ઇ.સ. પૂર્વે 182)

         પિતા બિંદુસારના મૃત્યુ છી મોટાભાઈ સુગ્રીમ અને બીજા સાવકા ભાઇઓ સાથે થયેલા સંઘર્ષને દામ દોએ નાવ્યાનાં ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો,રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રવિવસ્તારમાં કરો યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયા સરહદે આવેલા દર અને શાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસુર (હાલનું કર્ણાટક) સુધી, પશ્ચિમ ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી -ગંધ (હાલનું બિહાર), કલિંગ (હાલનું ઑડિશા) સુધી ફેલાયેલું હતું,

કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય-પરિવર્તન :

મગધની પડોશમાં આવેલ કલિંગ (હાલનું ઑડિશા) નંદ રાજાઓના સમયમાં માધ સામનો જ એક તું. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઇ ગયેલું. કટિંગને ફરીથી મઘ સામનો ભાગ બના હત્ત્વાકાંક્ષા રાખનાર અશોક રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષે (ઈ.સ. પૂર્વે 261) કલ્ડિંગના રાજા ને સમ હેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે અર્થ જ દુખ અને શોકનુ વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલી ખુમારી અને  સ્ત્રીઓ-બાળકોને રડતાં જોઇને લિંગ પર મેળવેલી જીતનો આનંદ ટી માં કેટ નની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવાદીને કારણે અોકના હૃદયમાં ભારે સંતાપ અને શ્ચાતાપની એ મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે હિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ રગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું કશું લીધું, ટર્મ અંગીકાર કરી રોકે રુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો.

                ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં ત્રણ રાજવીઓના લેખો છે. આ લેખમાંથી એક લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. બીજી લેખ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ (જળાશય)નો છે અને ત્રીજા લેખમાં અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે.

ધર્મપ્રચારક તરીકે અશોક

અશોકે દેશભરમાં આવેલાં બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર-ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મખાતાની રચના કરી. આ ખાતાના ઊપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ. દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે-સાથે કેટલી લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી.

મૌર્યયુગનું વહીવટીતંત્ર

(અ) કેન્દ્રીય વહીવટીતંત્ર :

સમ્રાટ (રાજા) શાસનવ્યવસ્થામાં કેન્દ્રસ્થાને હતો. તે સામ્રાજયનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો, તેનું પદ વંશપરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય (કૌટિલ્ય)એ કુલ 18 ખાતાઓ દર્શાવ્યાં છે,

(બ) પ્રાંતીય વહીવટીતંત્ર :

                વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત (મંડળ/વિભાગ)ના વડા તરીકે રાજ્યપાલ (રાષ્ટ્રીય) હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ-વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ (કેન્દ્ર)ને સતત વાકેફ રાખવાનું હતું.

(ક) પ્રાદેશિક (સ્થાનિક) વહીવટીતંત્ર :

                વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર (જિલ્લા સ્થાનીય) અને આહારને પ્રદેશ (સંગ્રહણ/તાલુકા)માં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજુક (આહારપતિ/સ્થાનિક) અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક (ગોપ) કહેવાતો. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. તેનો ઉપરી ગ્રામણી કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગ્રામનો વહીવટ ચલાવતો.


Post a Comment

0 Comments