નમસ્કાર ,
આ પોસ્ટમાં આપ Std.:- 6 , sankrit , sem :-1 , unit -1 વંદના માં સંસ્કૃતના શ્લોક અને તેના ભાષાંતરની સમજૂતી મેળવી શકશો જેમાં વિડીયો દ્વારા સમજૂતી પણ આપવામાં આવેલી છે.
ગુરુ બ્રમ્હા , વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે,
આ ત્રણેય દેવોનો અંશ ગુરુ સ્વરૂપે આપણી સામે હોય છે.
ગુરુએજ સાક્ષાત પરબમહ છે માટે વિદ્યા પ્રાપ્તિ સમયે આપણે આપણાં ગુરુજીને પ્રણામ કરવા જોઈએ.
જે વાંકી સૂંઢવાળા , વિશાળ કાયાવાળા ,
જેમનામાં કરોડો સૂર્યનું તેજ સમાયેલું છે,
તેવા ગણપતિની સ્તુતિ કરતાં આપણે કહીશું
હે દેવ તમે અમારું કામ નિર્વિધ્ન રૂપે પૂર્ણ કરો.
આપણે સરસ્વતી માતાને પ્રણામ કરતાં કહીશું
હૈ સરસ્વતી દેવી , વીણા અને પુસ્તકને ધારણ કરનારી ,
હે માં હું વિદ્યાનો આરંભ કરવા જાવ છુ,
તો આપ સદાયે મારા પર પ્રસન્ન રહો.
વિડીયો દ્વારા સમજૂતી ( ( video source :- Virvav School )
0 Comments