નમસ્કાર
આ પોસ્ટમાં આપ ધોરણ 6 , વિજ્ઞાન & ટેક્નોલૉજી માં સત્ર :-2 માં એકમ 2 આહારના ઘટકો વિષે વિસ્તારથી માહિતી મેલવી શકશો જેમાં જૂદા જૂદા મુદ્દાઓ ની સમજૂતી સાથે પોસ્ટના છેલ્લા ભાગમાં સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ પણ આપેલ છે.
(1) પ્રસ્તાવના
(2) વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે
(3) સ્ટાર્ચ નું પરીક્ષણ
(4) પ્રોટીન માટેનું પરીક્ષણ
(5) ચરબી માટેનું પરીક્ષણ
(6) વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય
કરે છે?
(7) સમતોલ આહાર
(8) ત્રુટીજન્ય રોગો
પ્રસ્તાવના
પ્રકરણ એકમાં આપણે
એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી જેને આપણે ખાઈએ છીએ ભારતના વિવિધ ભાગોમાં
ખાવામાં આવતા પદાર્થો વિશે પણ આપણે ઓળખ મેળવી હતી તથા તેને નકશામાં અંકિત કર્યા
હતા. ખોરાકમાં રોટલી દાળ રીંગણનું શાક હોઈ શકે છે આ ઉપરાંત ભાત સંભાર તથા ભીંડા
હોઈ શકે છે તેમાંથી વિશેષણ ભોજનમાં ઈડલી માછલી તથા શાકભાજી હોઈ શકે છે.
વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે
આપણે જાણીએ છીએ કે
દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રીથી બને છે કે જે આપણને વનસ્પતિ
અથવા તો પ્રાણીઓમાંથી મળે છે. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો
હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે.આપણા આહારમાં મુખ્યત્વે પોષક દ્રવ્યો કાર્બોદિત
પ્રોટીન ચરબી વિટામિન તથા ખનીજ ક્ષારો હોય છે. આ ઉપરાંત આહારમાં પાચક રેશાઓ તથા
પાણી પણ સામેલ છે. જેની આપણા શરીરને આવશ્યકતા છે.
સ્ટાર્ચ નું પરીક્ષણ
પરીક્ષણ માટે ખાધ
પદાર્થ અથવા કાચી સામગ્રીની અલ્પ માત્રા લો. તેમાં બે ત્રણ ટીપા દ્રાવ્ય આયોડિન
દ્રાવણના ઉમેરો. ખાદસામગ્રી માં થતા પરિવર્તનને જુઓ શું તે ભૂરા કાળા રંગનો થઈ
ગયો. આ બોલો કે કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે.
પ્રોટીન માટેનું પરીક્ષણ
પરીક્ષણ માટે ખાસ
સામગ્રીની થોડીક માત્રા લો જો તે ઘન હોય તો તેની પેસ્ટ અથવા તો પાવડર બનાવવાની
જરૂર પડે છે ખાદ્ય પદાર્થની થોડી માત્રા ને વાટીને તેનો પાવડર એક સાફ
ટેસ્ટટ્યુબમાં લો.તેમાં 10 ટીપા પાણીના ઉમેરી બરાબર હલાવો હવે ડ્રોપરની મદદથી
ટેસ્ટટ્યુબમાં બે ટીપા કોપર સલ્ફેટ ના દ્રાવણના તથા 10 ટીપા કાસ્ટિક સોડાના
દ્રાવણના નાખો. બરોબર હલાવી ટેસ્ટ ટ્યુબ ને થોડા સમય માટે રહેવા દો. શું ટેસ્ટ
ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગનો થઈ ગયો? જાંબલી રંગનો પદાર્થ પ્રોટીન ની હાજરી દર્શાવે છે.
ચરબી માટેનું પરીક્ષણ
ખાસ સામગ્રીની અલ્પ
માત્રા લો તેને એક કાગળમાં વીટી છુંદો ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં હવે
કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ શું તેના પર તૈલી ડાઘા છે? કાગળને પ્રકાશ સામે લાવો શું તમને ધાબામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ
દેખાય છે?
કાગળ પર તેલના ડાઘા
ચરબીની હાજરી સૂચવે છે.
વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે?
કાર્બોદિત મુખ્યત્વે
આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે ચરબી પણ શક્તિ પ્રાપ્ત થાય છે વાસ્તવિકતા એ છે કે
સમાન જથ્થામાંથી કાર્બોદિતની વિટામિન નો ની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેતી હોય
છે.વિટામીન એ આખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. વિટામિન સી ઘણા બધા રોગોની સામે
લડત આપવામાં મદદ કરે છે. વિટામીન ડી આપણા હાડકા તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ
કરવામાં આપણા શરીરને મદદ કરે છે. પ્રોટીન ની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ
માટે હોય છે. પ્રોટીન યુક્ત ખોરાકને શરીર વર્ધક ખોરાક પણ કહે છે.પોષક દ્રવ્યો
ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે પાચક રેશા વૃક્ષાશ ના
નામે ઓળખાય છે આપણા ખોરાકમાં રુક્ષાંશની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનો માંથી થાય છે.
રુક્ષના મુખ્ય સ્ત્રોત અનાજ દાળ બટાટા તાજા ફળો અને શાકભાજી છે. રુક્ષ આપણા શરીરને
કોઈપણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે. અને
તેના જથ્થાને વધારી દેવો જોઈએ રેશાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં
મદદરૂપ કરે છે.
સમતોલ આહાર
સામાન્ય રીતે સમગ્ર
દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેને આહાર કહેવાય છે આપણા શરીરની વૃદ્ધિ અને
સારા સ્વાસ્થયને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં
હોવા જોઈએ જેની આપણા શરીરને આવશ્યકતા હોય છે. કોઈપણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે
ન હોવું જોઈએ કે ઓછું ન હોવું આપણા આહારમાં પર્યાપ માત્રામાં રેસાઓ તથા પાણી પણ
હોવા જોઈએ. આ પ્રકારના આહારની સમતોલ આહાર કહે છે.
ત્રુટીજન્ય રોગો
વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યોની ઉણપ હોય છે જો આ ઓળખ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલી ખામીઓ ઉત્પન્ન થાય છે એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપથી આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે એ રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને તૂટીજન્ય રોગ કહે છે.
ટેસ્ટ આપવા માટે
0 Comments