નમસ્કાર ,
આજની પોસ્ટમાં ધોરણ :-6 , વિજ્ઞાન & ટેક્નોલૉજી માં સેમ.-1 માં યુનિટ :-1 ખોરાક ક્યાંથી મળે તેના વિષે માહિતી મેળવી શકશો. જેમાં વિકલ્પો , ખરા ખોટા , ખાલીજગ્યાનો સમાવેશ થાય કરેલ છે. જે તમે વિડીયો દ્વારા સમજૂતી અને pdf ફાઇલ દ્વારા પણ સમજૂતી મેળવી શકશો. સૌથી છેલ્લે શૈક્ષણિક ક્વિજ આપેલી છે જેના આધારે સ્વ મૂલ્યાંકન કરી શકાશે.
1. પ્રસ્તાવના
2. ખોરાકની વિવિધતા
3. ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોતો
4. ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણીજ પેદાશો
5. પ્રાણીઓ શું ખાય છે ?
પ્રસ્તાવના
આજે ઘરે શું જમ્યા ? તમારા મિત્રએ શું જમ્યું હશે તે પણ જાણી લો.આપણે બધા જ અલગ અલગ સમયે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ , ખરું ને ?
ખોરાકની વિવિધતા
આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે. આ બધી વાનગીઓ શેમાંથી બનેલી હોય છે. ઘરે રાંધવામાં આવતા ભાત વિશે વિચારો. આપણે કાચા ચોખા લઈએ તેને પાણીમાં ઉકાળીએ છીએ. ભાત બનાવવા માટે ફક્ત બે જ સામગ્રી કે ઘટકો ની જરૂર પડે છે. જ્યારે અન્ય કેટલીક વાનગીઓમાં ઘણી બધી સામગ્રીઓ વડે બને છે.જેમકે કોઈ શાક બનાવવા માટે આપણને જુદા જુદા પ્રકારના શાકભાજી મીઠું ,મસાલા ,તેલ વગેરેની જરૂર પડે છે.
ખાદ્ય સામગ્રી અને તેના
સ્ત્રોતો
વનસ્પતિ એ અનાજ ધાન્ય શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થની સામગ્રીના સ્ત્રોત છે. પ્રાણીઓ આપણને દૂધ માસની પેદાશ તથા ઈંડા આપે છે.ગાય બકરી અને ભેસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપે છે.દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ મલાઈ ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે.
ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણીજ પેદાશો
વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે વનસ્પતિના કયા ભાગ આપણને ખોરાક તરીકે વાપરીએ છીએ? આપણે ઘણા પાંદડા વાળા શાકભાજી ખાઈએ છીએ કેટલીક વનસ્પતિના ફળ ખાઈએ છીએ ત્યારે મૂળ તો ક્યારેક પ્રકાંડ અને ફુલ પણ આપણે ખાઈએ છીએ. કેટલીક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખાદ્ય હોય છે.સરસવના બીજમાંથી તેલ નીકળે છે અને તેના પાંદડા ભાજી તરીકે ખવાય છે શું તમે કેળના વિવિધ ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો વિચારી શકો ?
ઘણી બધી મધમાખીઓ જ્યાં ગણટ
કરતી ઉડતી હોય તેવો મધપુડો તમે જોયો છે? મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે તેને મધમા ફેરવે છે
અને તેને મધપૂડામાં એકઠો કરે છે વર્ષના ચોક્કસ સમય દરમિયાન પુષ્પ અને તેનો મધુરસ
મળે છે આથી માખીઓ તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુરસનો સંગ્રહ કરે છે
જ્યારે આવો મધપુડો જોવા મળે ત્યારે આપણને મધમાખી એ સંગ્રહ કરેલો ખોરાક તેમાંથી
મધરૂપે મળે છે.
0 Comments