નમસ્કાર ,
આ પોસ્ટમાં આપ ધોરણ 6 , સામાજિક વિજ્ઞાન માં પાઠ 3 માં પ્રાચીન નગરો અને ગ્રંથો વિષે માહિતી મેળવી શકશો . જેમાં ........
- એકમની વિસ્તૃત સમૂતી
- વિડીયો દ્વારા સમજૂતી
- સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ
1.પ્રસ્તાવના
2.નગર રચના
3.હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન
4.હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન
5.ધાર્મિક જીવન અને અંતિમવિધિ.
6.લીપી અને ભાષા
7.ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો
8.હડપ્પીય સભ્યતાનો અંત
9.આપણા પ્રાચીન ગ્રંથો
પ્રસ્તાવના
આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ. શું તમે એનો અર્થ જાણો છો? સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કલાક કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા ,ભારત ,ચીન ,રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું.
હડપ્પીય સભ્યતાને આપણે સિંધુખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. ઈસવીસન 1921 માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેં-જો- દડો, લોથલ, ધોળાવીરા , રાખી ગઢવી વગેરેનો સમાવેશ થાય છે. નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે તે જુઓ. તેનામાં કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેમની વિશિષ્ટતાઓ નો પરિચય મેળવીએ.
નગર રચના
આયોજન બાદ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના એક સમાન થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. બંને જુદા પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોર્ટ હતો. કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ. તેમની નગર રચનામાં મોટાભાગે ઈંટો વપરાતી. હડપ્પીય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ.
હડપ્પીય સભ્યતાની મુખ્ય
વિશેષતા તેની આયોજન બાદ મકાન વ્યવસ્થા હતી. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર
બાંધવામાં આવતા.અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર
પડવાને બદલે અંદરની તરફ પડતા. અહીં એક અને બે માળના મકાનો જોવા મળતા હતા. અહીંના
રસ્તાઓ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય બે રાજમાર્ગો એક ઉત્તરથી દક્ષિણ અને બીજા
પૂર્વથી પશ્ચિમ જતો. અહીં મુખ્ય માર્ગો ની સમાનતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ
એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે
સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય. જાહેર રસ્તાઓ પર રાત્રી
પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. હડપ્પા કાલીન સભ્યતાના લોકોના
વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસર ની વ્યવસ્થા હતી. દરેક
મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જ હતું. મોટી
ગટરમાંથી પાણી નગરની બહાર જતું. મોહેં-જો -દડો માં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યો
છે. આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની
વ્યવસ્થા છે. સ્નાનકુંડ ની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે. ઉત્સવ કે ધાર્મિક
પ્રસંગોએ આ જાહેર સ્નાનગર નો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેં-જો- દડો માંથી મળી
આવેલા સ્તંભ વાળા મકાનોને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. હડપ્પા પંજાબના મો ટગોમરી
જિલ્લા માં આવેલ પુરાતત્વીય સ્થળ છે. હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે.
અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે
લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો માનવામાં આવે છે. તે અહીં આવતા વહાણોને લાંગરીને માલ સામાન ચઢાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે. જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હશે.
ધોળાવીરા કચ્છ જિલ્લામાં
ભચાવ તાલુકામાં ખડીર બેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે
હડપ્પીય નગરો બે ભાગમાં વહેંચાયેલા છે, જ્યારે ધોળાવીરા નું નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.
1. કિલ્લો - સી ટાડલ
2 ઉપલો નગર
3. નીચલું નગર
હડપ્પીય સભ્યતાનું આર્થિક
જીવન
સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી પશુપાલન વેપાર હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા. ખેતીમાં ઘઉં જાવ વટાણા તલ સરસવ વગેરે પાકોની ખેતી કરતા. ખેતીમાં જમીન ખેડવા હાલનો ઉપયોગ કરતા. પશુપાલનમાં ગાય ભેંસ બકરી ખુંદવાળો બળદ પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. અહીંનું સુતરાવ કાપડ છેક મેસોપોટેમીયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું. એમ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ ધાતુ કામ મણકા બનાવવાની કલા વગેરેનો સમાવેશ થતો.
હડપ્પીય સભ્યતાનું સમાજ
જીવન
સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં જાવ બાજરી વટાણા તલ ખજૂર વગેરેનો સમાવેશ થતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ દૂધની બનાવટો નો સમાવેશ થતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હુક મળી આવ્યા છે તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે.
સિંધુ ખીણ સભ્યતા માંથી મળી
આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. અહીંના સ્ત્રી
પુરુષો બે કપડાં પહેરતા કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં
ડાબા ખંભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટાળતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ
કાપડનો ઉપયોગ કરતા અને ઉની વસ્ત્રથી પણ પરિચિત હતા. ધાતુ તથા હાથીદાંતની બનેલી,
મળેલી સોઈના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં
પહેરતા હશે આમ છતાં મોટા ભાગના લોકો સેવ્યા વિનાના કપડા નો ઉપયોગ કરતા હશે. આ
સમયના લોકો આભૂષણોમાં કંઠહાર હાથમાં વીટી કાંડામાં કડા સ્ત્રી અને પુરુષો બંને
પહેરતા. સ્ત્રીઓ બંગડીઓ કાનમાં કુંડળ કંદોરો ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી આ આભૂષણો
સોના ચાંદી અને કીમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના
તાંબાના કાંસાના વાસણો બનાવતા. જેમાં માટીમાંથી પ્યાલા વાટકી કુલડી ગાગર રકાબી
કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે
વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. જેમાં પંખી આકારની સિસોટીઓ ઘૂઘરા ગાડા લખોટી
પશુ પક્ષી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા નો સમાવેશ થાય છે.એક રીતે જોઈએ તો આ
પ્રજાની સર્જન શક્તિ અને કલાકારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે માથું હલાવતા પ્રાણી
અને ઝાડ પર ચડતા વાંદરી કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે.
ધાર્મિક જીવન અને
અંતિમવિધિ.
હડપ્પીય સભ્યતાના ધાર્મિક
જીવન વિશે આપણે મૂર્તિ અને મુદ્રાઓ માંથી માહિતી મળે છે મૂર્તિઓમાં માતૃકાદેવીની
મૂર્તિઓને ઇતિહાસકારો ધરતીમાતાનું પ્રતિક ગણે છે એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો
ધરતી પૂજા સવિશેષ કરતા હશે કારણ કે ધરતી અન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ
પૂજા પશુ પૂજા નાગદેવતા સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલી બંગા નમાં અગ્નિ
પૂજા નો અવશેષો પ્રાપ્ત થયા છે.
હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિસંસ્કારના પુરાવો મળ્યા છે તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મુકતા જે તેમના મૃત્યુ પછી જીવનની તેમની કલ્પના બતાવે છે.
લીપી અને ભાષા
સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકાઓ તામ્રપત્રિકાઓ મળી આવે છે. તેમના ઉપર કોઈ વાણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિ પદ લખાણ જોવા મળે છે. જોકે આ લખાણો ટૂંકા છે માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપી ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી
ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના
સ્થળો
ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ , રાજકોટ જિલ્લામાં રોજડી કચ્છ જિલ્લામાં દેશલપર ધોળાવીરા સૌર કોટડા જામનગર જિલ્લામાં લાખાબાવળ આમરા ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે.
હડપ્પીય સભ્યતાનો અંત
ઇતિહાસકારો ધરતીકંપોર રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે એવું માને છે જોકે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે
આપણા પ્રાચીન ગ્રંથો
વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ
સામવેદ અને અર્થ વેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીન ગ્રંથ છે તેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ જેને સૂક્ત કહે છે તેનો સમાવેશ થાય છે.ઋગ્વેદ એ
પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે
ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે
ઇતિહાસકારો પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદના અભ્યાસ
પણ કરે છે ઋગ્વેદના કેટલાક સૂ કતો સંવાદ સ્વરૂપે છે.
0 Comments