ADD2

std 6 , social science , unit 4 , ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

 

નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ ધોરણ :- 6 , સામાજિક વિજ્ઞાન , પ્રકરણ 4 , ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા માં એકમની મુદ્દા અનુસાર સમજૂતી  , એકમના અંતે ટેસ્ટ વિષેની માહિતી મેળવી શકશો. 

પ્રસ્તાવના 

(1) જનપદ

    (A) મહાજનપદ 

    (B) સોળ મહાજન પદો

(2) રાજાશાહી રાજ્ય વ્યવસ્થા

    (A) મગધ

    (b) હર્યક વંશ

    (C)નંદવંશ

(3) ગણરાજ્ય

    (A) વૈશાલી વજીરાજ્ય

    (B)ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા

પ્રસ્તાવના

    ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ મહાકાવ્ય અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્યવ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને ' વિશ' પણ કહેવામાં આવતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં આવી.

જનપદ

    ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. જેને જનપદ કહેવામાં આવતા. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કોરુ પાંચાલ જેવા જુદાજુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે.

મહાજનપદ

    ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજન પદો જોવા મળે છે. આ મહાજન પદોના કેટલાક ગણરાજ્ય હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ મહાજન પદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલ છે.

સોળ મહાજન પદો

    પાલી ભાષામાં લખાય ' અંગુતર નિકાય' ગ્રંથ અનુસાર અનુવાદ કાળમાં 16 મહાજન પદો હતા કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં જોવા મળે છે

નકશો.

   

રાજાશાહી રાજ્ય વ્યવસ્થા

    જે રાજ તંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજતંત્ર કહેવાતા આ સમયના મહાજન પદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી.જેમાં મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્યતંત્ર મગજ કૌશલ વાત અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી જેમાં આખરે મગજ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું.

મગધ

    રાજાશાહી રાજ્ય તંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું મગજમાં ત્રણ મજબૂત વંશોએ શાસન કર્યું

હર્યક વંશ

    આ વંશનો સ્થાપક બીબીસાર નામનો રાજા હતો મગજની રાજધાની તરીકે રાજગૃહ હતી જે ગંગા અને નદીના કિનારે આવેલું હતું તેના પછી તેનો પુત્ર અજાત શત્રુ શાસન પર આવ્યો તેણે પાટલીપુત્ર ને રાજધાની નું સ્થાન બનાવ્યું હતું તેણે વધી સંઘ સાથે યુદ્ધ કરી લિછવીઓને હરાવ્યા અને મગજનો રાજ્ય વિસ્તાર કર્યો હતો.

 નાગ વંશ

    હર્યાક  વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો. જેમાં શિશુના નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે.

નંદવંશ

    મહા પદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહા પદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગજ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યો હતો. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગજ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો.

ગણરાજ્ય

    ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસ્તિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિ નું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદ થી ચાલતું રાજ્ય એ ગણ રાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું. જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલ વસ્તુ ના શક્યો, મીઠીલાના વિદે હ , કૃષિ નારાના મલ્લો વગેરે પ્રજાના ગણ રાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો.

વૈશાલી વજીરાજ્ય

    રાજ શતક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરી પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા રાખતા.આ જોઈને લીછવી વચ્ચે નાટક વિધેય શક્ય મલ વગેરે આંઠ કે નવજાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજીસંગ નામે ઓળખાયું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતો. આથી તેને વૈશાલીના વજીસંગનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટ નું સંચાલન સભા દ્વારા થતું. જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણ રાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી. સભાના સભ્યો બેસતા અને બધા કામકાજ ગણ સભામાં રજૂ થઈને બહુમત કેસરવાનું મતે પસાર થતાં. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર તરીકે ઓળખાતી.

    ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખ પસંદ કરતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણ રાજ્યમાં પ્રત્યક્ષ સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યો પોતાની એક સભા હતી જેમાં વહીવટ સરક્ષણ યુદ્ધ સંધિ જવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો. કોઈપણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવાતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી.

ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા

    પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા. પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા આ સમયે ઘઉં ચોખા જાવ શેરડી તલ સરસવ કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવેલા છે. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગના વિચિત્ર વાસણો હતા. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યમાં સરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. આ માટે રાજ્યની રાજધાની ની આસપાસ ફેલાવો બાંધવામાં આવતા. આ કિલ્લાઓ મજબૂત અને ઉંચા બાંધવામાં આવતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ ઊચી અને ભવ્ય દીવાલો તૈયાર કરાવતા. પ્રયાગરાજ થી મળેલ ઈટ ની દિવાલ આશરે ૨૫૦૦ વર્ષ પહેલાંની ગણાય છે એટલે કે સંભવત આ સમયે આવા ઉંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે.

    આ સમયના તમામ મહાજન પદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોશમાં આપતા. કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. વેપારીઓ સામાન ના ખરીદ વેચાણ પર કર આપતા હતા.

    મહાજન પદોનો સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો.

ટેસ્ટ આપવા માટે 


Post a Comment

0 Comments