કવિ પરિચય
રઘુવીર ચૌધરી
જન્મ : 5-12-1938
રઘુવીર
દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. કૉલેજ કક્ષાએ વરસો
સુધી અધ્યયન-અધ્યાપનકાર્ય કર્યું છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે.
કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ
વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. “ઉપરવાસ
કથાત્રયી' તેમની પુરસ્કૃત થયેલી
નવલકથા છે. ‘ઝૂલતા મિનારા'
નાટકસંગ્રહ
અને ‘સહરાની ભવ્યતા’ નિબંધસંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. તેઓ કલાનો કસબ જાળવી
મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે.
ગુજરાતના
દરિયાકાંઠે આવેલાં જાણીતાં સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી
જેવાં સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા
આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે. સાથે-સાથે પ્રવાસના આયોજન
બાબતે પણ ખ્યાલ આવે છે.
સાગરકાંઠાનો પ્રવાસ
વર્ગશિક્ષક
સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી : રેવતી, વરુણ અને સિંધુ. ઘંટ વાગતાં ચર્ચા અટકી.
સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત
વિશેની કવિતાના ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. વિદ્યાર્થીઓ
સામે ફરીને બોલ્યા :
રેલાઈ
આવતી છોને બધી ખારાશ પૃથ્વીની
સિન્ધુના
ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી.’
આ
પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે, એમ માનીને સોમનાથ ભૂંસવા ગયા, ત્યાં રેવતીએ વિનંતી કરી : રહેવા દો
સાહેબ, એ સુભાષિત જન્મદિવસની
શુભેચ્છા છે.'સોમનાથે એમની ડાયરી ખોલી.
પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. આજે પોતે કેમ
ચૂકી ગયા ? આજે તો વર્ગના પ્રતિનિધિ
સિંધુનો જ જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી.
એ
પગે
લાગીને ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સોમનાથે
પહેલો ટુકડો લીધો, “અરે વાહ ! છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી !'
રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી
હતી, એની સાથે
પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. ‘કચ્છનું માંડવી,
સૌરાષ્ટ્રનું માધવપુર અને
દક્ષિણ ગુજરાતનું તીથલ આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે.’‘શાબાશ ! તમે
દરિયાકિનારાનાં સ્થળ પસંદ કર્યાં એ મને ગમ્યું. છેલ્લે આપણે આબુ-અંબાજી ગયાં હતાં.
રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો : ‘પુણ્યના પર્વત જેવા રવિશંકર
મહારાજ !” એના લેખક હતા –
‘સ્વામી આનંદ !! - સિંધુએ કહ્યું.પર્વતની ઊંચાઈ જોનારે
સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લૅન્ડ
જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે
છે. તેથી એમણે ગાયેલું : ‘સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !'
ગાંધીજી દરિયાદિલ હતા. એમણે
કદી કોઈને શાપ ન આપ્યો. આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઊઠી.
‘સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું
ભૂલી ગયા લાગે છે.’ રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. સોમનાથે
તુરત પીઠ ફેરવી, મુક્તક ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગાએ પશ્ચિમ ભારતનો
નકશો દોરીને દરિયાકિનારાનાં સ્થળોનાં નામ લખવા માંડ્યાં. છેક ઉપરના કોટેશ્વર,
નારાયણસરોવરથી શરૂઆત કરી.
માંડવીના નામ સામે વહાણ ચીતર્યું. પછી દ્વારકા - બેટદ્વારકા લખ્યું. ‘બોલો હવે શું
લખું ?
‘માધવપુર !’ છેલ્લી પાટલી પર બેઠેલા
વિદ્યાર્થીએ કહ્યું. મેં માધવપુર જોયું છે. એના વિશેનો લેખ પણ લાવ્યો છું. લો
વાંચો.’ વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે. એ બને એટલું જાતે ભણે તો વધુ
સારું એવું તે માને છે, તેથી લેખ વાંચવા લાગ્યા : ‘માધવપુર સૌરાષ્ટ્રના
સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ-સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂનાં ઝાડ
છે : આંબલી, રાયણ, નાળિયેરી બેશુમાર છે. પપૈયાં છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા
તાજામાજા છે. અહીં રુક્મિણી-શ્રીકૃષ્ણનાં લગ્ન દર વર્ષે ઊજવાય છે. ભવનાથ અને તરણેતરની
જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને
હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયાકિનારો વિશાળ અને ઊજળો છે. ઘણા પ્રવાસીઓ
ચોરવાડ કરતાં માધવપુરના દરિયાકિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત
જોઈ મુગ્ધ થઈ જવાય છે.
‘તો ચાલો માધવપુર !'
– રેવતી બોલી. સોમનાથે રેવતી
– બલરામનાં પૌરાક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. 'સોમનાથ' લખ્યું.સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને
ગાંધીજીના વતનને ભૂલી ગયા.” - સિંધુએ વિનયવિવેક જાળવીને કહ્યું,
અરે હા ! દ્વારકા અને
માધવપુર વચ્ચે પોરબંદર ખરું. રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભુલાય ?
અને ત્યાંનો દરિયો પણ
મુંબઈના ચોપાટી વિસ્તારને ભુલાવી દે એવો છે. તો સોમનાથનું પ્રભાસક્ષેત્ર મનુષ્યના
પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી
મળી છે. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. અત્યારે જે ભવ્ય મંદિર આખા
દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ સાતમું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગતમંદિર પણ
સમુદ્રકિનારાની શોભા છે.'
'સર, તમે એક વાર સાત દ્વારકાની વાત કરતા હતા-' હા, એ માટે આપણે પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે.
વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર સાતમી વાર બંધાયેલું છે,
તો કેટલાક સંશોષકો
જુદાં-જુદાં સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્રમાર્ગે
પ્રવેશવાનું દ્વાર ‘ગેટ વે ઓફ ઇન્ડિયા !' એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા ?
તળાજા પાસેનું ભવનાથ મંદિર
! ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને-’ કવિ કાંતનું એ કાવ્ય ભવનાથના સાગરકિનારે રચાયેલું.
નજીકમાં મણાર-અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. પ્રાચીન કાળમાં
ધોલેરા-લોથલ સુધી વહાણવટું ચાલતું.
લોથલ અને તીથલને કશો સંબંધ ખરો ?”-
વરુણે પૂછ્યું. ‘સંબંધ
સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો ! પણ જો આપણે તીથલ જઈશું,
તો દાંડીનાં દર્શન પણ
કરીશું. સમુદ્ર ઉદાર હૈયે માનવજાતિને મીઠું પૂરું પાડે છે. અંગ્રેજોએ એના પર વેરો
નાખ્યો. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો— વેરો નાખવાના કાયદાને
પડકાર્યો. આખો દેશ બેઠો થયો. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી.
સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ,
તો કેવી મઝા આવે ! કહે છે
કે પહેલાં લોકો સોમનાથથી સીધા ખંભાત જતા !' મોટા થાઓ પછી જજો. આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં
ક્યાંથી ક્યાં જવાય ? માંડવી અને માધવપુરના દરિયાકિનારે રેતીના વિશાળ પટ છે,
તો દીવ અને સોમનાથ પાસે
કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું
વ્યક્તિત્વ હોય છે. ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે, કેમકે એ દરિયાને ઓળખે છે. પૂજે છે. ઝૂલેલાલનાં ગીત તમે
સાંભળ્યાં હશે. સિંધીઓ એ ગાય છે. ઝૂલેલાલે હિન્દુ-મુસ્લિમનેએક માન્યા છે. એ
વરુણદેવનો અવતાર ગણાય છે.
‘તો તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું.' વરુણે કહ્યું. ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો :‘ઓ લાલ મેરી પત રખિયો બલા ઝૂલે લાલણ...!' આખો વર્ગ તાળીઓ સાથે જોડાયો.
ટેસ્ટ આપવા માટે
0 Comments