ADD2

TET EXAM , ધોરણ :- 6 , સત્ર :- 2 માં પાઠ 14

 


નમસ્કાર,

 આજની પોસ્ટમાં આપ TET EXAM , ધોરણ :- 6 , સત્ર :- 2 માં પાઠ 14 સારા અક્ષર વિષે વિસ્તારથી માહિતી મેળવી શકશો. પોસ્ટના અંત ભાગમાં સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ આપેલી છે.


હાર્દિક : મેહુલ, તું તો લેસન કરવા બેસી ગયો. ચલને રમવા; બધા જ તારી રાહ જુએ છે.

મેહુલ : આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિને !

હાર્દિક : અરે વાહ ! તારી નોટનાં પાનાં કેવાં મસ્ત છે, લીસાં-લીસાં. હું... હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે ?

મેહુલ : મારી નોટમાં લીસાં પાનાં છે, એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા. પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે.

હાર્દિક : હા, પણ લીસાં અને સરસ પાનાં હોય, તો અક્ષર સરસ જ આવે ને ! લખવાની પણ મજા આવે.

મેહુલ : લીસાં પાનાં હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય !

સોનલ : અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા ભિલ્લુ પણ નક્કી થઈ ગયા છે. બધા તમારી વાટ જુએ છે.

મેહુલ જોને સોનુ, તું જ કહે એને, આ મારી વાત સમજતો નથી.

સોનલ : કેમ, શું થયું ?

મેહુલ એ મને કહે છે કે મારી નોટમાં પાનાં લીસા છે, એટલે મારા અક્ષર સરસ આવે છે, એવું તે કંઈ હોતું હશે ?

સોનલ : ના યાર, એવું તો ના હોય, જોને, મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે ? મારા પપ્પાને તો હું કહું છું, તોય નથી લાવતા.

રાધા : એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને ! જે આપણા કામનું હોય એ મોંઘું હોય તોપણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે; એમાં શું ?

હાર્દિક : પણ, એટલે તો મારા અક્ષર સારા નથી આવતા.

સોનલ : એવું કશું નહિ, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે.રાધા એ તો તે અણીવાળી પેન્સિલથી લખે છે, એના લીધે.અશરફ એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ-છોલ કરતી હોય છે.

હાર્દિક...ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે.

સોનલ ; એ તો અણી તૂટી જાય, તો છોલવી જ પડે ને ! અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરે ?ૐ સંચાથી છોલે છે, એટલે કદાચ તૂટી જતી હશે. બ્લેડથી છોલીશ તો નહિ તૂટે. પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો ?મારી પાસે તો એવી બ્લેડ છે કે અન્ની ભક્કમદાર થાય, પણ જરાય વાગે નિહ.

રાધા પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે.

અશરફ અશ્રુ તો એમ જ કહે કે ક્લમથી લખીએ, તો જ અક્ષર સરસ આવે.મેહુલ આ કલમ વળી શું છે ?

અશરફ એક જાતની પેન જ કહેવાય. બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું.

રાધા મેં લાકડાથી તો કંઈ ના લખાય !

ધવલ એમાં શાહી કે રીફિલ કેવી રીતે ભરાય ?

અશરફ ક્લેમમાં રીફિલ ના નખાય અને એમાં શાહી પણ નહિ ભરવાની.વલ-હાર્દિક તો પછી ?અશરફ ક્લમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું.

હાર્દિક : તો તો વારેઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે !અશરફ હાસ્તો, પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે,ધવલ એના કરતાં આપણી બૉલપેન સારી. નહિ અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય. રીફિલ ખલાસ થાય, એટલે બદલી કાઢવાની. બસ

સોનલ : પણ એનાથી તો અક્ષર ગંદા આવે !

મેહુલ : મારા અક્ષર તો બૉલપેનથી લખું તોપણ સારા આવે છે.સાય સાર

હાર્દિક: તારા અક્ષર તો આમ પણ સરસ છે. હું તો પેન્સિલથી લખું કે બૉલપેનથી - અક્ષર સારા આવતા જ નથી.રાધા એનો અર્થ એ જ કે પેન-પેન્સિલ-બોલપેન - જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારાહોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર હોય તો ખરાબ.

હાર્દિકપણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે !

ધવલ કેમ ?હાર્દિક મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે, એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું, તે જ તેમને ખબર નથી પડતી.

રાધા અરે, એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે ! મારી મમ્મી બહારગામ ગઈ ત્યારે મારો કોઈએ

મારી મોટી બહેનને કાગળમાં લખ્યું ‘માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો.' અનેઅમને એવું વંચાયું 'ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો.' તે મારી બહેન તોબિચારી રોજેરોજ દરેક ચાટલાં સાફ કર્યાં કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યાકરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહિ.ખબર પડી ત્યારે બહુ હસ્યાં હશો, નહિ

રાધા હાસ્તો, પણ કોઈ વાર ઓડનું ચોડ વેતરાઈ જાય તો ?

હાર્દિક મેં એક વાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો.’ અને

ત્યાં એવું વંચાયું કે ‘ઢોરને બરાબર મારજો.’ તે એમાં બિચારાં ઢોર માર ખાઈખાઈને અધમુઓથઈ ગયાં.

મેહુલ એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અપૂરી કેળવણીની નિશાની છે.

પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું

સોનલ : મારાં દાદી એવું કહેતાં કે સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને ડાય ઠરી જાય પછી એવા હાથે ધીમે-ધીમે સરસ રીતે લખવાનું

રાધા મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે?

ધવલ - પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા, એવી રીતે તો લખાયને !

અશરફ મારો ભાઈ નાનો હતો. ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલાં. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ-અર્ધવર્તુળવાળાં, ઊભી આડી-ત્રાંસી લીટીવાળાં ચિત્રો દોરી જો ને !હાર્દિક અરે, હું તો એકડિયા-બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશેને ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે !મેહુલ ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ, તો ચોક્કસ સફળ થઈશ.સોનલ હવે વાતોનાં વડાં જ કરવાં છે કે રમવાયે જવું છે ?

મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ હા... ચાલો... ચાલો... જલદી કરો. પછી અંધારું થઈ જશે.

 

શબ્દસમજૂતી

લેસન - ગૃહકાર્ય

ચલને - ચાલને

છેકછાક -  જ્યાં-ત્યાં લીટા, જ્યાં લખાણ બરાબર ન લાગે ત્યાં તેના ઉપર લીટો તાણવો અથવા ચેકો મૂકવો તે

બટકણી-  સહેલાઈથી તૂટી જાય તેવી

બ્લેડ - લોખંડની ધારદાર પતરી

મમદાર - ભપકાદાર સારી મજાની (અહીં) ધારદાર

તીરછી - ત્રાંસી

રીફિલ - બૉલપેનમાં મૂકવાની શાહીવાળી પાતળી નળી

દવાત - ખડિયો, શાહી ભરવાનું સાધન

બૉલપેન -રીફિલથી ચાલતી લખવા માટેની પેન

માર્ક્સ કપાઈ જાય -ગુણ ઓછા મળે છે

ચાટલું- દર્પણ, અરીસો

અધમૃ-  મરેલાં, શક્તિહીન

સુલેખન -સ્વચ્છ, સુંદર લખાણ

 

રૂઢિપ્રયોગ

ઓડનું ચોડ થવું – ધારણા કરતાં સાવ ઊંધું થવું

અડિયા-બડિયાની જેમ - શિખાઉની જેમ

વાતોનાં વડાં કરવાં – નકામી લાંબી વાતો કરવી

ટેસ્ટ આપવા માટે 


Post a Comment

0 Comments