મળતાં મળી ગઈ
મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં
ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી
મોરી રે.
સાબરનાં
મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની
છોળે નવરાવતી,
ગુજરાત મોરી
મોરી રે.
ગિરનારી ટૂકો
ને ગઢ રે ઇડરિયા,
પાવાને ટોડલે
મા'કાળી મૈયા,
ડગલે ને ડુંગરે
ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી
મોરી રે.
આંખની અમીમીટ
ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ
છાતી શી ઊભરે !
હૈયાનાં હીર
પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી
મોરી રે.
કોયલ ને મોરને
મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસશાં
સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી
મોરી રે.
નર્મદની ગુજરાત
દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જી૨વવી,
એક વાર ગાઈ કે
કેમ કરી ભૂલવી ?
ગુજરાત મોરી
મોરી રે.
ભારતની ભોમમાં
ઝાઝેરી
ગુજરાત ગુજરાત
મોરી મોરી રે.
મળતાં મળી ગઈ
મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી
મોરી રે.
શબ્દસમજૂતી
મોરી - મારી, આગલી હરોળની મોખરાની
મર્દાની - મરદાનીથી ભરેલાં
સોણલાં- સ્વપ્ન
મર્મર - ધીમો અવાજ
છોળે - મોજાંની છાલકોથી
ટૂકો - પર્વતનાં અનેક સળંગ શિખરો
ટોડલો - બારસાખની બહાર દેખાતો
ઉપલો છેડાનો ભાગ
અમીમીટ - અમૃતભરી, મીઠાશભરી નજરે
ચરોતર- ચારુતર એટલે સુંદર, લીલોછમ
ઊમટે - એકસામટા જથ્થામાં આગળ ધસે
ઊભરે - ઊભરાય
દોહ્યલી - મુશ્કેલ; અઘરી, દુર્લભ
કપરી - મુશ્કેલ; અઘરી
ટેસ્ટ આપવા માટે
0 Comments