આજની પોસ્ટમાં આપ TET EXAM , Std - 6 , science & technology |, 3 - રેસાથી કાપડ સુધી માં વિસ્તારથી માહિતી મેળવી શકશો. જેમાં સૌથી છેલ્લે સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ આપેલી છે.
રેસાથી કાપડ સુધી
પહેલી અને બુઝો તેમની શાળાની વિજ્ઞાનની ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યાં. તેઓ ખૂબ જ ખુશ થયાં તથા ઇનામની રકમમાંથી તેમણે તેમનાં માતા-પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું. જ્યારે તેમણે કપડાંનાં મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગૂંચવાઈ ગયાં . દુકાનદારે સમજાવ્યું કે, કેટલાંક કપડાં કે તેનું કાપડ સુતરાઉ હતું, તો કેટલુંક સિન્થેટિક (સંશ્લેષિત). તેની પાસે ઊનનાં મફલર અને સ્વેટર પણ હતાં. ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી. પહેલી અને બુઝો ખૂબ જ રોમાંચિત હતાં. તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું. અંતે, તેમણે ઊનનું મફલર તથા સુતરાઉ સાડી ખરીદી.
કપડાંની દુકાનની તેમની મુલાકાત બાદ, પહેલી અને બુઝોએ પોતાની આસપાસ રહેલાં વિવિધ પ્રકારનાં કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. તેમણે જાણ્યું કે ચાદર – (ઓછાડ), ધાબળા, પડદા, ટેબલક્લોથ, ટુવાલ અને પોતાં જુદાં-જુદાં કાપડનાં બનેલાં હોય છે. તમારી સ્કૂલ બૅગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે. આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક (સંશ્લેષિત) તરીકે ઓળખવા પ્રયાસ કર્યો. શું તમે પણ કોઈ કાપડ ઓળખી શકો છો ?
કાપડ તાંતણાંમાંથી બને છે અને તાંતર્ણા રેસામાંથી બને છે. આ રેસા ક્યાંથી આવે છે ? સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક સા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, તેને કુદરતી રેસા કહે છે. સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતાં રેસાનું ઉદાહરણ છે. ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે. ઘેટાં કે બકરાંની રુંવાંટીમાંથી ઊન મેળવવામાં આવે છે. તે સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવાય છે. રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે.કે પ્રાણીસ્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા. આવા રેસાને સિન્થેટિક રેસા કહે છે. સિન્થેટિક રેસાનાં કેટલાંક ઉદાહરણ પોલિએસ્ટર, નાઇલોન અને એક્રેલિક છે.
કેટલાક વાનસ્પતિક રેસાઓ (Some
Plant Fibres)
1. કપાસ (Cotton)
તમે
દીવા માટે ક્યારેય વાટ બનાવી છે ? આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો ?
આ કપાસ (રૂ)નો ઉપયોગ ગાદલાં,
રજાઈ તથા ઓશિકામાં ભરવા
માટે થાય છે. થોડું રૂ લઈ, તેને ખેંચીને તેના છેડા તરફ જુઓ. તમે શું નોંધ્યું ?
તમને જે દેખાય છે તે નાના,
પાતળાં તાંતણાં એ કપાસના
રેસા છે. કપાસ ક્યાંથી આવે છે ?
તેને ખેતરમાં ઉગાડવામાં આવે
છે. કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ગરમ આબોહવાવાળી જગ્યાએ ઉગાડવામાં આવે
છે. શું તમે આપણા દેશનાં કેટલાંક રાજ્યોનાં નામ કહી શકશો કે જ્યાં કપાસ ઉગાડવામાં
આવતો હોય ? કપાસના છોડનાં ફળ (જીંડવા) લગભગ લીંબુના કદનાં હોય છે.
પરિપક્વ થયા બાદ જીંડવા ફાટે છે અને કપાસના રૈસાથી ઢંકાયેલાં બીજ દેખાય છે. ચૂંટવા
માટે તૈયાર હોય તેવું કપાસનું ખેતર તમે ક્યારેય જોયું છે ?
તે બરફથી છવાયેલા વિસ્તાર
જેવું દેખાય છે આ જીંડવામાંથી સામાન્ય
રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે. ત્યાર બાદ પીંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં
આવે છે. આ રીતને રૂને પીંજવું કહે છે, પહેલાંના જમાનામાં, રૂને હાથ વડે પીંજવામાં આવતું હતું . આજકાલ,
પીંજવા માટે યંત્રો પણ
વપરાય છે.
2. શણ (Jute)
શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે (આકૃતિ 3.8). તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં શણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે. લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે, પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણાંમાં ફેરવવામાં આવે છે. આ કઈ રીતે કરવામાં આવે છે ?
કપાસનાં તાંતણાંનું કાંતણ (Spinning
Cotton Yarn)
રેસામાંથી
તાંતણાં બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે. આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી
રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે. જેથી રેસાઓ જોડાઈને તાંતણાં બને છે.
કાંતવા માટે વપરાતું સાદું સાધન હાથ-ધરી છે, જેને તકલી પણ કહે છે હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે આઝાદીની ચળવળના ભાગ રૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાંતીને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાંતેલા તાંતણાંથી બનેલાં કાપડ ખાદી પહેરવા માટે પ્રોત્સાહિત કર્યાં હતા. ખાદીને લોકપ્રિય બનાવવા અને તેના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા ભારત સરકારે ઈ.સ. 1956માં એક સંસ્થાની સ્થાપના કરી જે ‘ખાદી અને ગ્રામોદ્યોગ મંડળ’ તરીકે ઓળખાય છે. મોટાપાયે તાંતણાંને કાંતવા માટે કાંતણ યંત્રોની મદદ લેવાય છે. કાંત્યા પછી, તાંતણાંમાંથી કાપડ બનાવવામાં આવે છે.
તાંતણાંથી કાપડ (Yarn to Fabric)
તાંતણાંમાંથી
કાપડ બનાવવાની ઘણી રીત છે. તેમાંની મુખ્ય બે રીત એટલે વણાટ અને ગૂંથણ.
વણાટ (Weaving)
તમે
નોંધ્યું હશે કે, તાંતણાંનાં બે જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે. જે પદ્ધતિ
દ્વારા તાંતણાંનાં બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ (weaving) કહે
છે. ચાલો, કાગળની કેટલીક પટ્ટીઓને વણવાનો પ્રયત્ન કરીએ. જુદા-જુદા
રંગની કાગળની બે શીટ લો. બંનેમાંથી 30 સેમી લંબાઈ અને તેટલી જ
પહોળાઈ ધરાવતો ચોરસ કાપો. હવે, બંને શીટને બરાબર અડધી ગડી
કરો. એક શીટ પર તથા બીજી શીટ પર રેખાઓ દોરો. બંને શીટને તૂટક રેખાઓથી કાપી લો અને પછી ગડી ખોલો. કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને
બીજી શીટમાં વણી લો. બધી પટ્ટીઓના વણાટ પછીની ગોઠવણ દર્શાવેલ છે. આવી જ રીતે, તાંતણાંનાં બે જૂથ વડે કાપડ
બનાવવામાં આવે છે. જોકે, ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતાં તાંતણાં ખૂબ જ પાતળાં
હોય છે. કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે સાળ હાથથી ચાલે તેવી અથવા વીજળીથી
ચાલતી હોય છે.
ગૂંથણ (Knitting)
તમે ક્યારેય નોંધ્યું છે કે, સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે ? ગૂંથવામાં એક જ તાંતણાંનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે શું તમે ફાટેલાં મોજાંની જોડમાંથી ક્યારેય તાંતણો ખેંચ્યો છે ? શું થાય છે ? એક તાંતણો સતત ખેંચાતો જાય છે તથા = કાપડ સતત ઉકલતું જાય છે. મોજાં અને ઘણાં બીજા કપડાં ગૂંથેલાં કાપડમાંથી બનાવાય છે. હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે. આ કાપડનો ઉપયોગ વિવિધ પોષાકો (પહેરણો)માં થાય છે.
કાપડનાં મટીરિયલનો ઇતિહાસ (History
of Clothing Material)
તમે
ક્યારેય વિચાર્યું છે કે, પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા
હતા ? એવું
માનવામાં આવે છે કે, તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટાં પાંદડા કે પ્રાણીઓનું
ચામડું અને તેમની રુવાંટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા.લોકો કૃષિ સમુદાયમાં
સ્થાયી થયા બાદ કૂમળી કૂંપળો અને ઘાસને ગૂંથણ કરી સાદડી અને ટોપલાં બનાવતા શીખ્યા.
વેલાઓ, પ્રાણીઓની
રુવાંટી કે વાળને એક-બીજા સાથે વીંટાળીને લાંબાં તાંતણાં બનાવવામાં આવતાં હતાં.
તેમાંથી કાપડ વણવામાં આવતા હતા. પહેલાંના સમયમાં ભારતીયો ગંગાનદીના વિસ્તારમાં ઉગાડવામાં
આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા. શણ પણ એવો
છોડ છે જે કુદરતી રેસા આપે છે. પ્રાચીન ઇજિપ્તમાં, નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો
ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. તે દિવસોમાં, સીવવાની કલા જાણમાં નહોતી. લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની
ફરતે ફક્ત કાપડ ઢાંકતા. કાપડને વીંટાળવાની ઘણી જુદી-જુદી રીતો વાપરવામાં આવતી હતી.
સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. આ શોધ બાદ
સીવેલાં કપડાંઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી. પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ
સાડી, ધોતિયું,
લૂંગી અને પાઘડી જેવા
સીવ્યાં વગરનાં કાપડના ટુકડાઓનો ઉપયોગ થાય છે ? જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે
છે તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે.
ટેસ્ટ આપવા માટે
0 Comments