ADD2

TET EXAM | STD:-6 | SCIENCE & TECHNOLOGY | 4- વસ્તુઓના જૂથ બનાવવા

નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ TET EXAM ,  STD:-6 , SCIENCE & TECHNOLOGY , 4- વસ્તુઓના જૂથ બનાવવા માં વિસ્તૃત માહોતી મેળવી શકશો. પોસ્ટના છેલ્લા ભાગમાં સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ પણ આપેલી છે. જેમાં ખરું અને ખોટું વિધાન અને વિકલ્પોનો સમાવેશ કરેલ છે. 

આપણી આજુબાજુની વસ્તુઓ (Objects Around Us)

                આપણે જોઈ ગયાં કે, આપણાં ખોરાક અને કપડાંમાં અત્યંત વિવિધતા રહેલી છે. બધાં જ સ્થાને આવી વિવિધતાવાળી અનેક વસ્તુઓ રહેલી છે. આપણે આપણી ચારેય બાજુ ખુરશી, બળદગાડું, સાઇકલ, રસોઈ બનાવવા માટેના વાસણ, ચોપડીઓ, કપડાં, રમકડાં, પાણી, પથ્થર તથા અન્ય અનેક વસ્તુઓને નિહાળીએ છીએ. આ બધી વસ્તુઓના આકાર, રંગ તથા ઉપયોગ જુદા-જુદા હોય છે તમારી આજુબાજુ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓને ઓળખો. આપણી આ યાદીમાં દડો, જેમકે રબરનો દડો, ફૂટબૉલ અને લખોટી આવી શકશે. જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ તો તેમાં સફરજન, નારંગી અને ઘડો વગેરે જેવી વસ્તુઓનો પણ સમાવેશ થઈ શકે. ધારો કેઆપણે એવી વસ્તુઓ પણ જોઈ કે જેને ખાઈ શકાય. આપણે આ યાદીમાં એ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકીએ જેની આપણે પ્રકરણ 1ના કોષ્ટક 1.1 1.2 તેમજ 1.3માં યાદી બનાવી હતી. એ પણ શક્ય છે કે, જે ગોળ વસ્તુઓની યાદી આપણે અત્યારે બનાવી છે તેમાંની કેટલીક વસ્તુઓ આ જૂથમાં પણ આવતી હોય.

                માની લો કે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓનું એક જૂથ બનાવવા માંગીએ છીએ. તો આ જૂથમાં ડોલ, લંચ-બૉક્સ, રમકડાં, પાણી ભરવાનું પાત્ર, પાઇપ તથા આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે. આમ, વસ્તુઓનાં જૂથ બનાવવાની અનેક રીતો છે. ઉપરના ઉદાહરણમાં વસ્તુઓની તેમના આકાર અથવા તે જે પદાર્થના બનેલાં છે તેના આધારે જૂથમાં વહેંચણી કરેલ છે. આપણી આજુબાજુની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે. આ પદાર્થો કાચ, ધાતુઓ, પ્લાસ્ટિક, લાકડું, રૂ, કાગળ, કાદવ અથવા માટીની હોઈ શકે છે. શું તમે પદાર્થોનાં અન્ય વધારે ઉદાહરણો વિશે વિચારી શકો છો ?

પદાર્થોના ગુણધર્મો (Properties of Materials)

                શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, પ્યાલો કપડાનો કેમ બનાવવામાં આવતો નથી ? પ્રકરણ 3માં કપડાના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો હતો તે યાદ કરો અને એ ધ્યાનમાં રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ. એટલા માટે જો આપણે કપડાનો પ્યાલો બનાવીએ તો આપણું આ કાર્ય હાસ્યાસ્પદ લાગશે પ્યાલો બનાવવા માટે કાચ, પ્લાસ્ટિક, ધાતુ અથવા એવો પદાર્થ જોઈએ જે પાણીને રોકી શકે. આવી રીતે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો તે બુદ્ધિનું કાર્ય નથી.

દેખાવ (Appearance) :

                પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે. લાકડું, લોખંડથી એકદમ અલગ દેખાય છે. લોખંડ એ તાંબું તથા ઍલ્યુમિનિયમથી અલગ દેખાય છે. તેમ છતાં લોખંડ, તાંબા અને ઍલ્યુમિનિયમમાં કેટલીક સમાનતા હોઈ શકે, જે લાકડામાં જોવા મળતી નથી.

સખતપણું (Hardness) :

        જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો, ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે. જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે. ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા, ઍલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, ચૉક અન્ય કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસરકો કરવાનો પ્રયત્ન કરો. તમે કેટલાક પદાર્થો પર સરળતાથી ઘસરકો કરી શકો છો, જ્યારે કેટલાકને સરળતાથી ઘસરકો કરી શકાતો નથી. એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના ૫૨ ઘસરકો પાડી શકાય, તેને નરમ પદાર્થ કહે છે. જ્યારે અન્ય પદાર્થો જેને દબાવવાનું મુશ્કેલ હોય છે, તેને કઠોર (સખત) પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે, રૂ અથવા વાદળી નરમ છે, જ્યારે લોખંડ સખત છે.દેખાવે પદાર્થમાં વિભિન્ન ગુણ હોઈ શકે છે, જેમકે ચળકાટ, કઠોરતા, ખરબચડાપણું અથવા લીસાપણું. શું તમે અન્ય ગુણો વિશે વિચારી શકો કે જે કોઈ પદાર્થનાં દેખાવનું વર્ણન કરતા હોય ?

દ્રાવ્ય અથવા અદ્રાવ્ય

            તમે એ જોશો કે, કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ ગયા અથવા ઓગળી ગયા છે. આપણે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે એવું કહીએ છીએ. અન્ય પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણાં સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદૃશ્ય થતા નથી. આ પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે. પાણી ઘણાંબધાં પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી (ઓગાળતું હોવાથી) આપણા શરીરનાં કાર્યોમાં તેની મહત્ત્વની ભૂમિકા રહેલી છે. શું પ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય થાય છે ?

વસ્તુઓ પાણીમાં તરે છે અથવા ડૂબી જાય (Object may float or sink in water) :

         તમારા ધ્યાને આવ્યું હશે કે, અદ્રાવ્ય ઘન પદાર્થો પાણીમાંથી અલગ થઈ જાય છે. પણ તમે કેટલાંક પ્રવાહી સાથે આવું જ અવલોકન કર્યું હશે. પાણીમાં મિશ્રિત ન થતા પદાર્થોમાંથી કેટલાક પાણીની સપાટી પર તરવા લાગે છે. બીજા ડૂબીને પાત્રના તળીએ બેસી જાય છે. ખરું ને ? આપણે એવાં ઘણાં બધાં ઉદાહરણ જોઈએ છીએ કે, જેમાં પદાર્થ (વસ્તુઓ) પાણી ઉપર તરે છે અથવા ડૂબી જાય છે  કોઈ તળાવના પાણીની સપાટી પર પડેલાં વનસ્પતિનાં સુકાયેલાં પર્ણો, કાંકરા કે જે તમે તળાવમાં ફેંકો છો, મધનાંકેટલાંક ટીપાં જેને તમે પ્યાલાના પાણીમાં નાંખો છો, આ બધાંનું શું થાય છે ? બુઝો ઇચ્છે છે કે, તમે તેને પાણી પર તરતી અને પાણીમાં ડૂબી જતી વસ્તુઓનાં 5-5 ઉદાહરણ આપો. આ જ પદાર્થો તેલ જેવા અન્ય પ્રવાહી તરે છે કે ડૂબી જાય છે તે ચકાસીએ તો કેવું ?

પારદર્શકતા (Transparency) :

            તમે સંતાકૂકડી રમ્યાં હશો. એ સ્થાન વિશે વિચાર કરો કે, જ્યાં તમે રમત રમતી વખતે સંતાયાં હશો કે જેથી તમે બીજાને દેખાઈ ન શકો. તમે આવાં સ્થાનોની જ પસંદગી કેમ કરી ? શું તમે કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવવાનો પ્રયત્ન કર્યો હતો ? નહિ ને ? કારણ કે એવું કરવાથી તમારો મિત્ર કાચમાંથી તમને જોઈને પકડી પાડશે. આપણે એ શીખ્યાં કે, પદાર્થોને પોતાના ભિન્ન દેખાવ હોય છે તથા તેની પાણી અને અન્ય પ્રવાહી મિશ્રિત થવાની રીત અલગ-અલગ હોય છે. તે પાણીમાં તરી કે ડૂબી શકે છે અથવા પારદર્શક, અપારદર્શક કે પારભાસક હોઈ શકે છે. પદાર્થોની જૂથ-વહેંચણી તેઓના ગુણોની સમાનતાઓ અથવા ભિન્નતાઓના આધારે કરી શકાય છે.

        આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે ? રોજબરોજના જીવનમાં આપણે પ્રાપ્ય પદાર્થોની જૂથ-વહેંચણી આપણી સુવિધા માટે કરીએ છીએ. ઘરમાં આપણે આપણી વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે એક જેવી વસ્તુઓ એક સાથે રાખેલ હોય. આવા પ્રકારની વ્યવસ્થાથી આપણે સરળતાથી તેને શોધી શકીએ છીએ. આ જ રીતે દુકાનદાર બધા જ પ્રકારના બિસ્કિટ્સને પોતાની દુકાનના એક ખૂણામાં રાખે છે, બધા સાબુને એક અલગ જગ્યાએ રાખે છે. જ્યારે અનાજ અને કઠોળને કોઈ અન્ય સ્થાન પર રાખે છે.આ પ્રકારનાં જૂથ બનાવવાનો બીજો પણ ફાયદો છે. પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેઓના ગુણોનો અભ્યાસ કરવાનું અને આ ગુણોમાં કોઈપણ પૅટર્ન(તરાહ)નું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. તેના વિશે વધારે અભ્યાસ આપણે આગળનાં ધોરણમાં કરીશું.

ટેસ્ટ આપવા માટે 

Post a Comment

0 Comments