પાષાણકાળથી લઈને લગભગ આઠમી સદી સુધીના પ્રાચીન ભારતના
ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે
માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીનકાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી
આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ
રચાયો છે. જવાહરલાલ નેહરુ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને
સ્થાપત્ય તથા સમાજજીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી
વારસાની આપણને માહિતી મળી શકે.
પ્રાચીન ભારત : ખેતી
આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ
આપણને ખેતપેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ
ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી.
પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી.
ઓજારો :
હડપ્પા સંસ્કૃતિમાં
ખેતઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી. પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે તેથી જાણી
શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી
માટે લોખંડનાં સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળનાં ફણાં (ફાલ)નો પણ
સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી તેઓ પરિચિત હતા.
સિંચાઈ :
સમૃદ્ધ ગામડાંઓ વગર
રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે
નવાં સાધનો અને ધરુરોપણ મહત્ત્વપૂર્ણ પગલાં હતાં, તેવી જ રીતે સિંચાઈવ્યવસ્થા પણ ઘણી
ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં
આવ્ય પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્રો પહેરતાં. શરીરના નીચેના ભાગનું
વર્ષ 'નિવિ' અને ઉપરના ભાગનું વસ્ત્ર ‘વાસ’
કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ર ઉપર દુપટ્ટા જેવું ‘એપિવાસ’ લપેટના
પ્રાચીન ભારતમાં કલા
ઇતિહાસવિદો ક્લાને બે ભાગમાં વહેંચે છે :
(1) લલિતકલા અને
(2) નિદર્શનકલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા
વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શનકલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે.
આપણે આ બાબતોને વિગતે જોઈશું.
ભારતમાં સાહિત્યનો વારસો
ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મતર
અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.
(A) ધાર્મિક સાહિત્ય :
ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય
છે. તેમની સંખ્યા ચાર છેઃ ઋગ્વેદ,
યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે
બ્રાહ્મણ ગ્રંથો અને આરકોની રચના કરવામાં આવી. જેમાં શતપથ બ્રાહ્મ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી
અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાળો પ્રાચીન ભારતીય
સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો
ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસરચિત ‘મહાભારત' પ્રારંભમાં
'જય સંહિતા'થી ઓળખાતું, જે વિક્સત્ તા એક લાખ ક્લોકનું મહાભારત
થયું. તે જ રીતે વાલ્મીકિ રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ
સમાજજીવન તે અને નૈતિક પોરણોનું ચિત્રણ થયેલું છે.108 જેટલાં ઉપનિષદો ભારતીય
ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ,
કેન, પ્રશ્ન, મુંડક, માંડુઠ્ય, ઈશાવાસ્યમ,અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના
તત્ત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. જેમાં વિષ્ણુપુરાણ,ગરુડપુરાણ, વાયુપુરાણ અને મત્સ્યપુરાણ તેમજ ભાગવત્
વિશિષ્ટ ગ્રંથો તરી
પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ
છે. જેમાં મહાકવિ ભાસ,
કાલિદાસ, શુદ્રક, ભાવિ
જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવાં અગત્યનાં મકાવ્યો અને નાટકોમાં
અભિજ્ઞાન શાકુંતલમ્,
રઘુવંશમ્, મેઘા, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ અને સૂકા વગેરેનો
સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય' કહેવામાં આવે છે તેની રચના ઈ.સ.ની પ્રથમ
ત્રણ સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં ત્રણ સંગમ (સભા)માં 1600 જેટલા લોકકવિઓએ
વીરકાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલદિકારક, મણિમેખલાઈ
ખૂબ જ અગત્યનાં છે.સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણગ્રંથ પાબ્રિનિનું ‘અષ્ટાધ્યાયી' છે. જે ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં
રચાયું હતું.અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યનાં
વહીવટીતંત્રો તથા બૌદ્ધધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં
પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની ‘પ્રયાગ પ્રશસ્તિ'ના લેખક હરિષેત્ર હતા. તો ઉદયગિરિની
ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે ‘હર્ષચરિતમ્'માં હર્ષની પ્રશસ્તિ કરી છે.
(B) વિદેશી મુસાફરોનાં વર્ણનો ઃ
ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. જેમણે
પોતાના ભારત પ્રવાસનાં વર્ણનો લખ્યાં છે. તેમની આ પ્રવાસનોંધીમાંથી ભારતીય
સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના
દરબારમાં રહેલા ગ્રીક એલચી મૅગેસ્થેનિસ ખૂબ જ અગત્યના છે, તેમણે “ઇન્ડિકા” નામનો એક ઉત્કૃષ્ટ
ગ્રંથ લખ્યો છે. જેમાં મૌર્યયુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે
ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં
પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પલ લઈ જતા હતા. તેઓ જે માર્ગે
મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમમાર્ગ (silk route) તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઇરાન, અરબસ્તાન, ગ્રીક
અને રોમના વેપારીઓ આ વેપારમાર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતનાં બંદરો કાળા
મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતાં.
પ્રાચીન ભારતમાં ચિત્રકલા
ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે.
સાથે-સાથે તે જે-તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી
જૂનાં ચિત્રો પાષાણયુગના મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી
પાષણયુગના સમયની આદિમ જનજાતિએ દોરેલાં 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે, જે આજે પણ એટલા જ જીવંત છે.આ સિવાય
અજંતા, ઈલોરા અને બાથની ગુફાઓમાં
તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલાં ચિત્રો મોટાપ્રમાણમાં મળી આવે છે.
અજંતા-ઈલોરાનાં ચિત્રો વિશ્વવિખ્યાત છે. જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની
સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણિનું વિશ્વવિખ્યાત ચિત્ર
ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે,
તો
ઈલીરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે,
પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય
હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગરઆયોજન એ ભારતીય સ્થાપત્યના
વિશ્વપ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગરરચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ
સાથે સંકળાયેલાં અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે. જે પ્રાચીન
ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્તૂપ જેને ‘શાહજી કી ડેરી' કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું, રૂપની આસપાસ પ્રણિપણ ય છે. થો પણ પછીથી
બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. મૈત્યો ગુહાની જેમ પર્વત તરીને બનાવવામાં
આવ્યા. પૈસામાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થનામંડપ વગેરે કોતરીને તેને
માઓ આકાર આપવામાં આવતો તા પ્રાર્થનાગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક
કોતરકામ કરવામાં આવતું. અમરાવતી,
ભ અને
કાર્યક ચૈત્વો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને શોવા માટે પર્વત
કોતરીને ગુફાઓ બનાવવામાં આવી અને તે સ્થળો વિસ્તાર તરીકે ઓળખાતા. જૈન અને બૌદ્ધ
સાધુઓ આ વિસ્તારોમાં રહીને અયમ કરતાં, યુનનવાગે
ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં સો જેટલાં વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન
સ્થાપત્યકલા સાથે પણ મૂકો અને વહારો જોડાયેલાં છે. શ્રવણ બેલગોડામાં આવેલી
ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યા છે. જૈનધર્મના સાધુઓ અને બૌ ભિક્ષુઓના નિવાસ
માટે પહાડોમાં સંખ્યાબંધ ગુહાઓ બનાવવામાં આવી હતી. આવી પછી ગુહાઓ ગુજરાતમાં આવેલી
છે. જેની માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો. શિક્ષણનો વારસો દર્શાવે છે કે, યાંત્રિક ઇજનેરીતંત્ર હડપ્પીય
સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે.
પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી પાંચ
વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર
પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીં
નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિંદુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું.
પાણિનિ, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ
શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા.બિહારમાં આવી જ એક શિક્ષણસંસ્થા નાલંદા
વિદ્યાપીઠ તરીકે ખ્યાત હતી. યુઅનશ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ
હિંદુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વ
વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને
ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી.ગુજરાતમાં છઠ્ઠી-સાતમી સદીમાં વલભીમાં મહાન
વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુઅન શ્વાંગે ખાસ્સું લખાણ
કયું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ
માટે વિદ્યાર્થીઓએ ‘પ્રવેશિકા'(પરીક્ષા) આપવી પડતી.
ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી
આધુનિક કક્ષાની શિક્ષણપદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીં હિંદુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું.બંગાળમાં
વિક્રમશિલા અને ઓદન્તપુરી નામની બે વિદ્યાપીઠો (યુનિવર્સિટી) અસ્તિત્વમાં હતી.
જ્યાં બૌદ્ધધર્મ સાથે સંકળાયેલાં ત્રણ માળનાં વિશાળ પુસ્તકાલયો બનાવવામા
સિક્કા
ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું
પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈ.સ. પૂર્વે પાંચમી સદીના ‘પંચમાર્ક
કૉઈન' તરીકે ઓળખાય છે. ત્યારબાદ
ઈન્ડોગ્રીક રાજાઓએ,
વિશિષ્ટ
પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા. જેની ઉપર રાજાનું ચિહ્ન તેની આકૃતિ (ફોટો) અને
તેનો સમય ઉલ્લેખિત થયો હતો. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ
સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ, ચંદ્રગુપ્ત પ્રથમનાં રાજારાણીના અને
ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના
(વિક્રમાદિત્ય) અને સિંહવિક્રમના તથા ગરુડધ્વજના સિક્કા મોટાપ્રમાણમાં મળી આવેલા
છે. આ સિક્કા મોટેભાગે સુવર્ણના છે,
જેનાથી તે
સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો
રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલીફાલી અને વિકસી છે. ભારતનો મહાન
સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે.
વિકલ્પની ટેસ્ટ આપવા માટે
0 Comments