ADD2

Basic English | Personal Pronouns | પુરુષ વાચક સર્વનામ | Part - 1


 નમસ્કાર , 

આજની પોસ્ટમાં પાયાથી અંગ્રેજી શીખવા માટે પહેલી જરૂરિયાત મુજબ Personal Pronouns  , પુરુષ વાચક સર્વનામ વિષે માહિતી મેળવીશું. જેમાં કર્તા વિભક્તિ , કર્મ વિભક્તિ અને સબંધક વિભક્તિ વિષે માહિતી , તેમાં સમાવિષ્ટ બાબતો , તેનું કોષ્ટક , ઉદાહરણો એને મહાવતા વિષે માહિતી મેળવીશું અને છેલ્લે આટલી માહિતી મેળવ્યા બાદ સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ પણ આપીશું જેમાં ટેસ્ટ પૂર્ણ થયાની સાથે પરિણામ પણ મેળવી શકાશે. 


Basic English ,  Personal Pronouns ( પુરુષ વાચક સર્વનામ )  

1. કર્તા વિભક્તિ :-

વાક્યની રચનામાં જે ક્રિયાનો કરનાર હોય તે કર્તા વિભક્તિમાં આવે છે. નામને બદલે જ્યારે સર્વનામ કર્તા વિભક્તિમાં વપરાય ત્યારે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ I , We , You , He , She , It અને They જાતિ પ્રમાણે વપરાય છે.

ઉદાહરણ :- I play cricket every day.  

અહિયાં ક્રિયાનો કરનાર એટલે કે ક્રિકેટ રમનાર I  (હું ) છે. આથી તેને કર્તા વિભક્તિના રૂપ તરીકે I વપરાયું છે.

2. કર્મવિભક્તિ:

જેને અનુલક્ષીને ક્રિયા થાય તે સર્વનામને કર્મવિભક્તિનું સર્વનામ કહેવાય એટલે કે ક્રિયાના વિષયરૂપ કે લક્ષ્યરૂપ જે હોય તે સર્વનામ કર્મવિભક્તિ— સર્વનામ કહેવાય છે.

ઉદાહરણ :-  I taught him.

3. સંબંધક વિભક્તિ:

જે નામપદ બીજા નામપદ સાથેનો સંબંધ પ્રગટ કરે તે સંબંધ= વિભક્તિ. અથવા બીજી રીતે કહીએ તો માલિકી અર્થ જે સર્વનામના રૂપ દ્વારા બતાવાય તે સર્વનામનું રૂપ સંબંધક વિભક્તિમાં છે તેમ કહેવાય.

        અંગ્રેજીમાં સંબંધક વિભક્તિનાં સર્વનામોનાં બે રૂપો થાય છે. જેમાં પ્રથમ પ્રકારના સંબંધ વિભક્તિના સર્વનામ સાથે નામ હોય જ છે; જ્યારે બીજા પ્રકારના સર્વનામની અંદર જ નામ સમાયેલ હોય છે.

ઉદાહરણ :-

.1. This is my book. (પ્રથમ પ્રકારનું રૂપ)

2. This book is mine. (બીજા પ્રાકરનું રૂપ )

        આ બંને પ્રકારનાં રૂપો, જાતિ, વચન અને પુરુષ પ્રમાણે અલગ અલગ હોય છે, તે આપેલ કોઠામાં જુઓ.

 

યાદ રાખો :

1. સામાન્ય રીતે કર્તા વિભક્તિનું સ્થાન ક્રિયાપદની આગળ હોય છે.

2. સામાન્ય રીતે કર્મ વિભક્તિનું સ્થાન ક્રિયાપદ પછી હોય છે.

3. પહેલા પ્રકારનું સંબંધક વિભક્તિનું સર્વનામ હંમેશાં કોઈ પણ નામની આગળ આવે છે.

4. બીજા પ્રકારના સંબંધક વિભક્તિના સર્વનામના રૂપમાં જ નામ સમાવિષ્ટ હોય છે. આથી આ પ્રકારનું સંબંધક વિભક્તિનું સર્વનામ ઘણી વાર કર્તાના સ્થાને આવી શકે છે.

 ઉદાહારણ:- Mine is a good culture.

             (કર્તાને સ્થાને)

આ પ્રકારના રૂપ પછી નામ આવતું નથી.

Personal Pronouns ( પુરુષ વાચક સર્વનામ )

પુરુષ

કર્તા

 વિભક્તિ

કર્મ

 વિભક્તિ

સંબંધ

વિભક્તિ

 

 

એ. વ.

બ.વ.

એ. વ.

બ.વ.

એ. વ.

બ.વ.

 

પહેલો

પુરુષ

I

We

me

us

my/

mine

our/

ours

હું , મે

અમે, આપણે

મને

અમને ,

આપણને

મારુ

અમારું ,

આપણું

 

બીજો પુરુષ

You

You

You

You

Your/

Yours

Your/

Yours

તું

તમે

તને

તમને

તારું

તમારું

 

ત્રીજો પુરુષ

He

They

તેઓ

બધી

જાતિ

માટે

Him

Them

તેમને

બધી

જાતિ

માટે

his / his

Their /

theirs

તેઓનું /

તેમનું

બધી

જાતિ

માટે

તે

તેને

તેનું

She

Her

Her / hers

તેણી

તેને

તેનું

It

It

Its / its

તે

તેને

તેનું

 

 

 

 

 

હવે નીચે આપેલ Exerciseમાં યોગ્ય સર્વનામનું રૂપ મૂકો .

  1. She gave …….  a prize.
  2. Your scooter is better than ………..
  3. ……….is a great nation.
  4. ……….am an English teacher.
  5. Is this house …….., Karan ?
  6. Every student shout use …….. text-book.
  7. You shirt is new but …….. is old.
  8. This is my book. That book is ……..
  9. A friend of ……..visited Kashmir last year.
  10. I have done my duty.  Now you do …….duty. 

ટેસ્ટ આપવા માટે નીચે OPEN QUIZ ઉપર ક્લિક કરો 




Quiz Application

આપેલ ટેસ્ટમાં દરેક પ્રશ્નના જવાબ આપવા માટે 60 સેકન્ડ નો સમય આપેલ છે . Created By :- Bipin Vasani ( Nihal Education )

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

0 Comments