Indefinite Pronouns
Indefinite Pronouns એટલે અનિશ્ચિત સર્વનામો. આ સર્વનામોનો ઉપયોગ કોઈ એક, બધી, અમુક અથવા દરેક વસ્તુ કે વ્યક્તિ માટે થાય છે. આવા દરેક Indefinite Pronounને ઉદાહરણ સહિત સમજીએ.
(1) All (ઓલ) બધું : 'All' એટલે બધા અથવા
બધું.
Example. All the boys were
present in the prayer hall.
(2) Any (એની) ગમે તે: 'Any' એટલે 'ગમે તે', 'કોઈ' કે 'કાંઈ', સામાન્ય રીતે 'Any' પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં વપરાય છે.
Example :
1. Is there any milk in the glass ?
2. There isn't any milk in the glass.
(3) Anybody (એની બડી) ગમે તે
વ્યક્તિ: 'Anybody' એટલે ગમે તે
વ્યક્તિ.
Example :
1. Is there anybody in the class-room?
2. There isn't anybody in the class-room.
નોંધ : 'Anything' એટલે ગમે તે
વસ્તુ. સામાન્ય રીતે આ શબ્દ પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં વપરાય છે.
Example :
Did you give him anything?
(4) Each (6x) દરેક : 'Each' એટલે દરેક. ‘Each’નો ઉપયોગ એકવચનમાં જ થાય છે તેથી તેની સાથેનું ક્રિયાપદ કાળ
પ્રમાણે એકવચનનું જ રૂપ વપરાય છે. નોંધ : 'Each' વિશેષણ તરીકે
વપરાય છે ત્યારે તેની સાથે નામ વપરાયેલું હોય છે. તેવી જ
રીતે 'Every'
પણ વિશેષણ તરીકે જ વપરાય છે. 'Every' નામ તરીકે વાપરી શકાતું નથી જયારે 'Each' વાપરી શકાય છે.
Example :
1. Each of the boys has a pen in his hand.
2. Each student should do his homework. OR
Every student should do his homework.
( 5) Everybody (એવરી બડી) દરેક વ્યક્તિ : 'Everybody' એટલે દરેક વ્યક્તિ. 'Everybody' પણ એકવચનમાં વપરાય
છે. આથી તેની સાથે પણ એકવચનમાં વપરાતું ક્રિયાપદ
કાળ મુજબ વપરાય છે.
Example :
Everybody is free to move in this garden.
નોંધ : 'Everything' એટલે 'દરેક વસ્તુ', જે એકવચન માટે વપરાય છે અને વસ્તુ માટે વપરાય છે.
Example :
Everything is ready for the dinner.
(6) One (વન) કોઈ એક : 'One' એટલે 'કોઈપણ એક'. અહીંયાં ‘One’ કોઈ નિશ્ચિત વ્યક્તિ માટે નહિ પરંતુ દરેક વ્યક્તિ માટે ‘One' વપરાય છે.
Example :
One should try to achieve something in life.
(7) No one/None (નો વન / નન ) કોઈ જ નહીં :
'No
one કે 'None' એટલે એક પણ વ્યક્તિ નહિ
અથવા કોઈ નહિ. આ સર્વનામ પણ એકવચનમાં જ વપરાય છે. આથી તેની સાથે વપરાતું ક્રિયાપદ
કાળ પ્રમાણે એકવચનનું જ વપરાય છે.
Example :
No one has finished the work.
(8 ) No body (નો બડી) કોઈ નહિ : 'No body' એટલે કોઈ જ
વ્યક્તિ નહિ. આ સર્વનામ પણ ફક્ત એકવચનમાં વપરાય છે. આથી તેની સાથે વપરાતું
ક્રિયાપદ એકવચનનું હોય છે.
Example :
No body
likes to get less marks.
નોંધ : 'Nothing' કોઈક વસ્તુ માટે વપરાય છે. જેનો અર્થ 'કાંઈ જ નહિ' એવો થાય છે.
Example :
My pocket is empty. There is nothing in it.
(9) Some (સમ) કેટલુંક : 'Some' એટલે 'કેટલુંક' અથવા 'થોડું'. જથ્થાવાગક અથવા
ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ માટે આ સર્વનામ વપરાય ત્યારે તેની સાથે બહુવચનનું
ક્રિયાપદ વપરાય છે. પણ પ્રવાહી માટે આ સર્વનામ વપરાય ત્યારે તેની સાથે એકવચનનું
ક્રિયાપદ વપરાય છે.
Example :
1. Some were present in the hall.
2. Is there any milk in the glass ? There is some.
(10) Somebody (સમબડી) કોઈક : ‘Somebody' એટલે કોઈ એક વ્યક્તિ, કોઈક કે તે કોણ છે
તેની ખબર નથી તેવી વ્યક્તિ. આ સર્વનામ વપરાય ત્યારે તેની સાથે એકવચનનું
ક્રિયાપદનું રૂપ વપરાય છે. નોંધ : કોઈક વસ્તુ માટે 'Something' વપરાય છે. કોઈક
વસ્તુ, થોડીક વસ્તુના અર્થમાં આ સર્વનામ વપરાય છે.
Example :
1. There is something in your pocket.
2. Somebody is there in the room.
(11) Many (મેની) ઘણું : 'Many' એટલે ઘણી વસ્તુ અથવા પછી વ્યક્તિ.
Example :
Many saw the thief, but none tried to catch him.
(12) Much (મચ) ઘણું : 'Much' એટલે થયું, પ્રવાહી અથવા ન ગણી શકાય તેવી વસ્તુ માટે આ સર્વનામ વપરાય છે.
Example :
Much of water is wasted when the rivers are flooded.
(13) One and the other ( વન એંડ ધ અધર ) એક અને બીજું: one and other એક અને બીજી એક
વસ્તુ કે વ્યક્તિના સંદર્ભમાં વપરાય છે. One એટલે એક અને the other એટલે તે માટેની
બીજી વસ્તુ કે વ્યક્તિ , બંને કાળ પ્રમાણે
ક્રિયાપદનું એકવચનનું રૂપ વપરાય છે.
Example :
He has two grammar books. One is new and the other is old.
(14) The others (ધ અધર્સ) બીજા : થોડીક સિવાયની
બાકીની બીજી બધી વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં The others વપરાય છે. આ
સર્વનામ સાથે બહુવચનનું ક્રિયાપદનું રૂપ વપરાય છે.
Example :
There are forty pupils in my class. Some are
clever and the others are weak.
ટેસ્ટ આપવા માટે open quiz ઉપર ક્લિક કરો.
0 Comments