નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ English grammar , Modal Auxiliaries , Should , May , Might , Must , Could , નિયમ , સમજૂતી , મહાવરો વિષેની માહિતી મેળવશો.
1. Should
:
(શૂડ) નૈતિક ફરજ હોવી :
'Should' હંમેશાં નૈતિક ફરજ સૂચવે છે. ગુજરાતીમાં આપણે 'જોઈએ'
એવા અર્થમાં બોલીએ છીએ. 'should'
દ્વારા કંઈક કરવું જોઈએ અથવા કંઈક કાર્ય કરવાની તમારી નૈતિક ફરજ છે તેવું
સૂચવાય છે. ક્યારેક સલાહ આપવાના અર્થમાં પણ વપરાય છે.
Example
1. The
pupils should work regularly.
2. We
should obey our elders.
નોંધ :
1. દરેક કર્તા સાથે કોઈપણ જાતના ફેરફાર કર્યા વગર 'should'
વપરાય છે.
2. 'should'નો ઉપયોગ વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં થઈ શકે છે.
3. 'shall' ભૂતકાળનું રૂપ 'would'.
2.Must
:
(મસ્ટ) અનિવાર્ય ફરજ હોવી :
'Must' હંમેશાં અનિવાર્ય ફરજ સૂચવે છે. કોઈપણ કાર્ય કર્યા વગર ન ચાલે તે દર્શાવવા 'must' સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. કાયદાની દ્રષ્ટિએ અથવા તે કાર્ય ન કરવાથી
નુકસાન જશે તેથી તે કાર્ય કરવું જ જોઈએ તેવો ફરજિયાતપણાનો ભાવ 'must' દ્વારા સૂચવાય છે. મનાઈ, દૃઢ નિશ્ચય કે ભારપૂર્વકની સલાહ દર્શાવવા તેનો
ઉપયોગ થાય છે. ક્યારેક કોઈ સંભાવના, અટકળ,
અનુમાન કરવા માટે 'must'નો ઉપયોગ થાય છે.
Example
1. The
room is full of gas. You must not burn matchstick.
2. You
must drive to the left side.
3. We
can hear some noise from that room. Somebody must be there.
નોંધ :
1. Must કોઈપણ કર્તા સાથે કોઈપણ જાતનો ફેરફાર કર્યા વગર વપરાય છે.
2. Shouldની જેમ જ Must વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં વપરાય છે.
3. વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે Must કર્તા આગળ અને નકાર હોય ત્યારે Must પછી 'not' મૂકાય છે.
4. પ્રશ્ન નકાર વાક્યનો જવાબ આપવા need
not નો ઉપયોગ વધુ સુયોગ્ય છે.
3. Could : (કુડ) શક્તિ હોવી :
'Could' એ ‘Can'નું ભૂતકાળનું રૂપ છે. જેનો અર્થ શક્તિમાન હોવું એવો થાય
છે. સામાન્ય રીતે શક્તિ (ability)
દર્શાવવા માટે could
વપરાય છે. ઘણીવાર 'would'
ની જેમ વિનંતીનો ભાવ દર્શાવવા પ્રશ્નાર્થ વાક્યમાં 'you' કર્તા સાથે પણ વપરાય છે.
Example
1. I was sick. So I could not attend the party.
2. Could you help me to do this sum ?
નોંધ :
'could' શક્તિનો ભાવ બતાવે ત્યારે તેના બદલે 'was
able to able to' વાપરી શકાય છે. 'were able to’ વાપરી શકાય છે.
4. May
: (મે) સંભવિત હોવું
:
'May' સંભવિતતા,
પરવાનગી,
હેતુ,
શુભેચ્છા,
વિનંતી અને આશીર્વાદનો ભાવ સૂચવે છે.
Example
1. May I come in sir?
2. There are clouds in the sky. It may rain
3. May God bless you !
4. May I take this pen ?
5.Might : (માઈટ) સંભવિતતા
હોવી :
‘May’નું ભૂતકાળ ‘Might'
થાય, જે સંભવિતતાનો અર્થ સૂચવે છે.
Example
1. The principal was not in the office. He might be in the class room.
મહાવરો
Fill in the blanks with proper auxiliaries
verb:
(1) The teacher........encourage the students.
(should, would, must)
(2) …….. you help me doing this work? (Should, Would,
Must)
(3) The red light is on. You…….. stop.(should, would,
must)
(4) The rich ………help the poor.(should, would, must)
(5) The box was light. I…….. lift it. (should, would,
could)
(6) What ……..you like to drink, Goldspot or Cocacola ?
(would, should, must)
(7) Bhairavi was sick, so she……… not attend the
function.(should, would, could)
(8) The students of Std. Xth………. work regularly(should,
would, could)
(9) You are not healthy. You……….. go for a walk daily.(should,
would, could)
(10) You…….. keep your licence with you while driving
your scooter.(should, must, would)
(11) The students ………..not smoke.(should, would,
could)
(12) Your answer is incorrect. You……….. write it again.(should, would, could)
(13) ……….you sing a song, please? (Should, Would,
Could)
(14) You are in Std. Xth. You……… attend your classes regularly. (Should, Would, Could)
(15) You………..
look before you leap.(should, would, could)
0 Comments